Gold price drop: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ પણ વધુ તૂટયા હતા. જો કે મુંબઈ બજારમાં આજે કિંમતી ધાતુઓમાં કુલતા ભાવની સરખામણીએ બંધ ભાવ ઉંચા રહ્યા હતકા. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં બેતરફી મોટી ઉછળકુદ આજે જોવા મળી હતી.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૨૦૬થી ૩૨૦૭ વાળા ગબડી નીચામાં ભાવ ૩૧૨૦થી ૩૧૨૧ થઈ ફરી વધી ૩૧૯૦થી ૩૧૯૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ તૂટયા હતા. અમદાવાદ બજારમાં આજે ભાવ ઘટી સોનાના ૯૯૫ના રૂ.૯૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૫૭૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦ ઘટી રૂ.૯૫૫૦૦ રહ્યા હતા.વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૨.૨૬થી ૩૨.૨૭ વાળા નીચામાં ૩૧.૬૫ તથા ઉંચામાં ૩૨.૨૯ થઈ ૩૨.૨૩થી ૩૨.૨૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૩૪૮૩ વાળા રૂ.૯૧૧૧૮ થઈ રૂ.૯૧૯૯૫ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૩૮૫૯ વાળા રૂ.૯૧૪૮૪ થઈ રૂ.૯૨૩૬૫ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૬૪૦૦ વાળા નીચામાં રૂ.૯૪૧૦૩ થઈ રૂ.૯૪૫૭૨ રહ્યા હતા.દરમિયાન, ભારતમાં આયાત વધતાં તથા નિકાસ ઘટતાં દેશની વેપાર ખાદ્ય વદી ૨૬.૪૨ અબજ ડોલર થયાના વાવડ હતા.અમેરિકામાં ફુગાવો ઘટયાના સમાચાર હતા. આના પગલે ત્યાં વ્યાજ ઘટાડાની શક્યતા વધી છે.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૭૨ થઈ ૯૯૦થી ૯૯૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડિીયમના ભાવ નીચામાં ૯૪૨ થઈ ૯૭૫ થી ૯૭૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૦ ટકા નરમ રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યો છે. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૬૫.૯૫ વાળા આજે તૂટી નીચામાં ૬૩.૪૪ થઈ ૬૪.૩૧ ડોલર રહ્યા હતા.