India’s PMI Leads Globally in April: ભારતના પીએમઆઈનો એપ્રિલમાં વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન, ચીન અને અમેરિકાની સરખામણીમાં આગળ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

India’s PMI Leads Globally in April: ભારતની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનો અંદાજ આપતા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) એપ્રિલમાં વૈશ્ચિક સ્તરે સૌથી ઊચા રહ્યા હતા.

જેપી મોર્ગનના અહેવાલ પ્રમાણે એપ્રિલમાં ભારતનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૮.૭૦ રહ્યો હતો અને ઉત્પાદન ક્ષેત્રનો ૫૮.૨૦ રહ્યો હતો વિકસિત તથા ઊભરતી બજારોમાં સૌથી ઊંચા રહ્યા છે.

- Advertisement -

કોઈપણ દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીની જાણકારી માટે પીએમઆઈ એક મહત્વનું નિર્દેશાંક છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના મજબૂત ડેટા ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના સંકેત આપે છે, એમ જેપી મોર્ગનના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

- Advertisement -
Share This Article