Gold Price Today: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોેનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. ચાંદીના ભાવ જો કે આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યાના સમાચાર હતા. આના પગલે ઘરઆગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૫૬થીૂ ૩૩૫૭ વાળા નીચામાં ૩૨૭૪થી ૩૨૭૫ થઈ ૩૩૩૨થી ૩૩૩૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થતા હતા. અમેરિકા તથા બ્રિટન વચ્ચે વેપાર કરાર થયા પછી હવે ચીન તથા અમેરિકા વચ્ચે થનારા વેપાર કરાર પર બજારની નજર હતી.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના આજે વધુ રૂ.૬૦૦ તૂટી ૯૯૫ના રૂ.૯૯૧૦૦ તથા ૯૯૯ના રૂ.રૂ.૯૯૪૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૭ હજારના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૨.૫૦થી ૩૨.૫૧ વાળા નીચામાં ૩૨.૨૨ તથા ઉંચામાં ૩૨.૭૧ થઈ ૩૨.૫૬થી ૩૨.૫૭ ડોલર રહ્યાના સમાચાર હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૬૪૧ વાળા રૂ.૯૬૦૩૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૭૦૩૦ વાળા રૂ.૯૬૪૧૬ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૨૨૫ વાળા રૂ.૯૫૭૨૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ ૦.૧૨ ટકા પ્લસમાં રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ નીચામાં ૯૮૦ તથા ઉંચામાં ૯૯૨ થઈ ૯૮૭થી ૯૮૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૭૦ તથા ઉંચામાં ૯૮૫ થઈ ૯૭૭થી ૯૭૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આજે તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૧.૮૦ વાળા વધી ૬૪.૨૦ થઈ ૬૪.૦૩ ડોલર રહ્યા યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૧.૪૫ થઈ ૬૧.૧૩ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ચીન વચ્ચે થનારા વેપાર કરાર પર બજારની નજર રહી હતી.