2 ISIS Linked Men Held For Plotting Blasts: હૈદરાબાદમાં ISISના બે આતંકવાદીઓની ધરપકડ, બોમ્બ બ્લાસ્ટના પ્લાન સાથે વિસ્ફોટક જપ્ત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

2 ISIS Linked Men Held For Plotting Blasts: તેલંગાણા પોલીસે આંધ્રપ્રદેશની પોલીસ સાથે મળી એક મોટી આતંકવાદી ગતિવિધિનો પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે આ મામલે ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ પણ કરી છે. જેમની પાસેથી વિસ્ફોટક પણ જપ્ત કર્યો છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાના આ સંયુક્ત ઓપરેશમાં વિજયનગરમમાંથી સિરાજ અને હૈદરાબાદમાંથી સમીરની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કથિત રૂપે હૈદરાબાદમાં ડમી બ્લાસ્ટની યોજના બનાવી રહ્યા હતાં. સિરાજે વિજયનગરમમાંથી વિસ્ફોટક સામગ્રી મેળવી હતી. બંનેને સાઉદી અરેબિયામાં ISIS ના મોડ્યુલથી નિર્દેશ મળ્યા હતાં. ત્યાંથી હૈદરાબાદમાં હુમલા માટે નિર્દેશ મળી રહ્યાં હતાં.

- Advertisement -
Share This Article