America rejects Indian mango: અમેરિકાએ ભારતની કેરીના શિપમેન્ટ્સ અટકાવ્યા, 5 લાખ ડોલરનું નુકસાન

Arati Parmar
By Arati Parmar 3 Min Read

America rejects Indian mango: ભારતની કેરીનું સૌથી મોટું માર્કેટ અમેરિકાએ કેેરીથી ભરેલા ૧૫ જેટલા એર શીપમેન્ટ અટકાવી દીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગઇ ૮ અને ૯ મેના રોજ ઇરેડિયેશન(રેડિયેશન) પ્રોસેસમાંથી પસાર કરાયેલા ૧૫ જેટલા એર શિપમેન્ટ જ્યારે એર મારફતે અમેરિકા પહોંચ્યા ત્યારે તેના રિેડિયેશનના ડોક્યુમેન્ટમાં કેટલીક ભૂલો જણાતા તેને અટકાવી દેવાયા હતા અને પરત મોકલવા જણાવાયું હતું. લોસએંજલસ, સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા એરપોર્ટ પર પહોંચેલા શિપમેન્ટને અટકાવી દેવાયા હતા.

ભારતની કેસર અને હાફૂસ અમેરિકાની દાઢે વળગેલી છે. હાફૂસ કરતાં પણ વધુ ડિમાન્ડ કેસરની જોવા મળી છે. ૨૦૨૪-૨૫ના પહેલાં છ મહિનામાં અમેરિકા ખાતે ૨૦૪૩.૬૦ મેટ્રિક ટન કેરી મોકલાઇ હતી. ભારત વર્ષે દહાડે ૪૭.૯૮ મિલીયન ડોલરની કેરી એક્સપોર્ટ કરતું આવ્યું છે.

- Advertisement -
Share This Article