Ahmedabad Plane Crashed: વિમાન અંદરથી જીવતો નીકળ્યો, પણ જે જોયું તે ક્યારેય ભૂલાઈ નહિ: વિશ્વાસે આપવીતી કહી

Arati Parmar
3 Min Read

Ahmedabad Plane Crashed: અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતાં. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. તેની સ્થિતિ સામાન્ય છે. વિશ્વાસ કુમાર રમેશે મીડિયા ઈન્ટરવ્યૂમાં પોતાનો બચાવ કેવી રીતે થયો તેના વિશે જણાવ્યું હતું.

મારી આંખો સામે બધુ નષ્ટ થઈ ગયું

- Advertisement -

વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવુ રનવે પર સ્પીડથી ટૅકઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયુ હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઈટ લાઈટ્સ ઑન થઈ ગઈ. જાણે એવુ લાગ્યુ કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટૅકઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધુ હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયુ હતું.

હું જે બાજુ બેઠો હતો, તે હિસ્સો જ અથડાયો

- Advertisement -

આગળ વિશ્વાસ કહ્યું કે, મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે અથડાયો હતો. ઉપરના હિસ્સામાં આગ લાગી હતી. અનેક લોકો ફસાયા હતા. હું મારી સીટ સાથે જ નીચે પટકાયો હતો. દરવાજો તૂટી જતાં હું સીટ સાથે પટકાયો, મારી સામે થોડી ખુલ્લી જગ્યા હોવાથી હું માંડ-માંડ તેમાંથી બહાર નીકળ્યો. વિમાનની બીજી બાજુમાં દિવાલ હોવાથી ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યુ ન હતું. મારી આંખો સામે જ બે એર હોસ્ટેસ, એક અંકલ-આંટી, અને બધુ જ બળી રહ્યું હતું. આ દુર્ઘટનામાં મારો ડાબો હાથ બળી ગયો હતો. પરંતુ મારો જીવ બચી ગયો. મેં બહાર આવીને જોયું તો ચારેકોર આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતાં. જો મને બહાર નીકળવામાં થોડી સેકન્ડ વધુ થઈ હોત તો હું પણ…

વિશ્વાસ તેના ભાઈ સાથે જઈ રહ્યો હતો લંડન

- Advertisement -

વિશ્વાસ અને તેનો ભાઈ અજય બંને બ્રિટનના લેસ્ટરમાં રહેતા હતાં. બંને સાથે જ ફ્લાઈટમાં લંડન જઈ રહ્યા હતાં. વિશ્વાસના અન્ય એક ભાઈ નયને જણાવ્યું કે, અમારી વિશ્વાસ સાથે વાત થઈ હતી. તે હોસ્પિટલમાં સુરક્ષિત છે. પરંતુ બીજા ભાઈ અજયની ભાળ મળી નથી. તે પણ વિશ્વાસની જેમ સુરક્ષિત હોય તેવી આશા છે. વિશ્વાસને પ્લેન કેવી રીતે ક્રેશ થયુ તેની જાણકારી નથી. તેને તે પણ નથી ખબર કે, તેનો જીવ કેવી રીતે બચ્યો. પરંતુ તેનો ભાઈ અજય હજુ સુધી મળ્યો નથી. જેથી તેનો પરિવાર શોકમાં છે.

Share This Article