ઋતુરાજ ગાયકવાડ (58)ની અર્ધસદી અને બોલિંગ મોરચે પણ બળૂકા દેખાવના બળે ટીમ ઈન્ડિયાએ રવિ

newzcafe
By newzcafe 3 Min Read

ઈન્ડિયાએ રવિવારે આયર્લેનડ સામે 33 રનના વિજય સાથે ટી-20 શ્રેણી કબજે કરી


ઈન્ડિયાએ રવિવારે આયર્લેનડ સામે 33 રનના વિજય સાથે ટી-20 શ્રેણી કબજે કરી


ઋતુરાજની અર્ધસદી ; ભારતનો શ્રેણી વિજય


ડબલિન, તા. 20 : ઋતુરાજ ગાયકવાડ (58)ની અર્ધસદી અને બોલિંગ મોરચે પણ બળૂકા દેખાવના બળે ટીમ ઈન્ડિયાએ રવિવારે આયર્લેનડ સામે 33 રનના વિજય સાથે ટી-20 શ્રેણી કબજે કરી લીધી હતી. એન્ડી બાલબીર્નિ (72)ની અર્ધસદી એળે ગઈ હતી. પ્રવાસી ભારતે આપેલા 186 રનના લક્ષ્ય સામે ગૃહ ટીમ 152 રન સુધી સીમિત રહી હતી. પ્રમાણમાં પડકારરૂપ લક્ષ્યને આંબી શ્રૈણી જીવંત રાખવાના ઈરાદા સાથે મેદાન પર ઊતરેલી આયર્લેન્ડની ટીમે પાવરપ્લે દરમ્યાન 28 રનમાં ત્રણ વિકેટ ખોઈ દીધી હતી. જો કે, એન્ડીએ પ1 દડામાં પાંચ ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 72 રન ફટકારી સ્કોરબોર્ડને ગતી આપતાં ટીમને સંકટમાંથી ઉગારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સામો છેડો સાચવીને અન્ય કોઈ પણ બેટધર લાંબુ ટકી શકયો નહતો. માર્ક અડેરે 15 દડામાં ત્રણ છગ્ગા સાથે 23 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી. ધીમી શરૂઆત બાદ છેલ્લી બે ઓવરમાં ફટકાબાજ રિંકુ સિંઘ અને શિવમ દૂબેની સટાસટીથી આયર્લેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ભારતે 20 ઓવરના અંતે પ વિકેટે 18પ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ભારતે છેલ્લી બે ઓવરમાં 42 રનનો ઉમેરો કર્યો હતો. ઓપનર ઋતુરાજ ગાયકવાડે અર્ધસદી કરી હતી અને તે પ8 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. જ્યારે આઇપીએલ સ્ટાર રિંકુ સિંઘે ફિનિશરની ભૂમિકા બખૂબી નિભાવીને 21 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગા સાથે 38 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તે આખરી ઓવરમાં આઉટ થયો હતો. રિંકુ અને  શિવમ દૂબે વચ્ચે પાંચમી વિકેટમાં 28 દડામાં પપ રનની ઝડપી ભાગીદારી થઇ હતી. શિવમ દૂબે 16 દડામાં બે છગ્ગાથી 22 રને અણનમ રહ્યો હતો. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ 11 દડામાં 2 ચોગ્ગા-1 ગ્ગાથી 18 રને આઉટ થયા બાદ તિલક વર્મા એક રને પાછો ફર્યો હતો. આ પછી ઋતુરાજ ગાયકવાડ અને સંજૂ સેમસને ત્રીજી વિકેટમાં 49 દડામાં 71 રનની ઝડપી ભાગીદારી કરી હતી. સેમસન 26 દડામાં પ ચોકકા-1 છગ્ગા સાથે 38 રને અને ગાયકવાડ 43 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગા સાથે પ8 રને આઉટ થયા હતા. આયર્લેન્ડ તરફથી બેરી મેકકાર્થીએ 2 વિકેટ લીધી હતી. માર્ક એડેયર, ક્રેગ યંગ અને બેન વ્હાઇટને એક-એક વિકેટ મળી હતી.

Share This Article