Diwali 2025 Muhurat: દિવાળી 2025: ધનતેરસથી ભાઈબીજ સુધીના તમામ શુભ મુહૂર્ત અને પૂજા સમય જાણો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Diwali 2025 Muhurat: આ વર્ષે દિવાળી પર્વ 18 ઓક્ટોબરથી શરૂ થઈને 23 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ, 18 ઓક્ટોબરે ધનતેરસ, 19 ઓક્ટોબરે નરક ચતુર્દશી, 20 ઓક્ટોબરે દિવાળીની લક્ષ્મી પૂજા, 22 ઓક્ટોબરે અન્નકૂટ અને ગોવર્ધન પૂજા અને 23 ઓક્ટોબરે ભાઈ બીજનો પર્વ ઉજવવામાં આવશે. તેમજ ધનતેરસથી લઈને ભાઈ બીજ સુધી, બધા દિવસોના શુભ મુહૂર્ત પણ જોઈએ.

ધનતેરસ 2025 શુભ મુહૂર્ત

કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબરે બપોરે 12:18 મિનિટે શરૂ થશે અને તિથિનું સમાપન 19 ઓક્ટોબરે બપોરે 1:51 મિનિટે થશે.

- Advertisement -

ધનતેરસ ખરીદીનું શુભ મુહૂર્ત

પહેલું મુહૂર્ત: સવારે 8:50 મિનિટથી લઈને સવારે 10:33 મિનિટ સુધી રહેશે.

- Advertisement -

બીજું મુહૂર્ત: સવારે 11:43 મિનિટથી લઈને બપોરે 12:28 મિનિટ સુધી રહેશે.

ત્રીજું મુહૂર્ત: સાંજે 7:16 મિનિટથી રાત્રે 8:20 મિનિટ સુધી રહેશે.

ધનતેરસ પૂજાના મુહૂર્ત 

દ્રિક પંચાંગ અનુસાર, ધનતેરસના દિવસે પૂજાનું મુહૂર્ત સાંજે 7:16 મિનિટથી શરૂ થઈને રાત્રે 8:20 મિનિટ સુધી રહેશે. આ શુભ મુહૂર્તમાં તમે મા લક્ષ્મી, કુબેર દેવતા અને ભગવાન ધન્વંતરિની પૂજા કરો, જેમની ઉપાસનાથી તમને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

19 ઓક્ટોબરે પૂજાનું શુભ મુહૂર્ત

દ્રિક પંચાંગ અનુસાર, નાની દિવાળીના દિવસે પૂજનનું મુહૂર્ત સાંજે 5:47 મિનિટથી લઈને રાત્રે 8:57 મિનિટ સુધી રહેશે.

દિવાળી 2025 શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 20 ઓક્ટોબરે બપોરે 3:44 મિનિટથી શરૂ થશે અને તિથિનું સમાપન 21 ઓક્ટોબરની સાંજે 5:55 મિનિટે થશે.

દ્રિક પંચાંગ અનુસાર, દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશ પૂજનનો સૌથી શુભ સમય સાંજે 7:08 મિનિટથી લઈને રાત્રે 8:18 મિનિટ સુધી રહેશે. આ અવધિને પ્રદોષ કાળ અને સ્થિર લગ્નનો સંયોગ કહેવામાં આવ્યો છે, જે મા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. એટલે કે લોકોને પૂજા માટે લગભગ 1 કલાક 11 મિનિટનો સમય મળશે.

દિવાળી ચોપડા પૂજા માટે શુભ ચોઘડિયા મુહૂર્ત 

બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – 03:44થી 06:10

સાંજે મુહૂર્ત (ચલ) – 06:10થી 07:44

રાત્રિ મુહૂર્ત (લાભ) – 10:51થી 12:24, ઓક્ટોબર 21

વહેલી સવારે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – 01:58 થી 06:39, ઓક્ટોબર 21

ભાઈ બીજ 2025 શુભ મુહૂર્ત 

પંચાંગ અનુસાર, ભાઈ બીજની બીજ તિથિની શરૂઆત 22 ઓક્ટોબરની રાત્રે 8:16 મિનિટે થશે અને તિથિનું સમાપન 23 ઓક્ટોબરની રાત્રે 10:46 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર, ભાઈ બીજ 23 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.

Share This Article