Dhanteras 2025: ધનતેરસે કરો શનિદેવને પ્રસન્ન કરવા આ ખાસ ઉપાય, સાડાસાતી અને ઢૈય્યાથી મળશે રાહત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Dhanteras 2025:  આ વર્ષે ધનતેરસ શનિવારના દિવસે છે, જે શનિદેવનો દિવસ છે. દંડ આપનાર શનિ ન્યાયના દેવતા છે. લોકોને પોતાના જીવનમાં ક્યારેક તો શનિદેવની સાડાસાતી અને ઢૈય્યાનો સામનો કરવો જ પડે છે. હાલમાં પાંચ રાશિઓ તેવી લપેટમાં છે. શનિદેવની સાડાસાતી આર્થિક, શારીરિક અને માનસિક કષ્ટ આપે છે. કામમાં અવરોધો આવે છે, પૈસા ટકતા નથી અને અકસ્માતો તથા બીમારીના યોગ બને છે. જીવનમાં પડકારોનો સામનો કરવો પડે છે. એકંદરે સાડાસાતી જીવનમાં ઉથલપાથલ લાવી દે છે. હાલમાં શનિ મીન રાશિમાં વક્રી છે અને ધનતેરસ 18 ઑક્ટોબરે શનિવારના રોજ પડી રહી છે. આવી સ્થિતિમાં શનિના કષ્ટથી મુક્તિ મેળવવા માટે આ એક સુવર્ણ તક છે.

ધનતેરસના દિવસે કરો આ ખાસ ઉપાય

હાલમાં કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સાથે જ સિંહ અને ધન રાશિના જાતકો પણ શનિની ઢૈય્યા છે. આ જાતકોએ શનિના પ્રકોપથી રાહત મેળવવા માટે 18 ઑક્ટોબરે ધનતેરસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. આનાથી ઢૈય્યા અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવો ઓછા થઈ શકે છે.

શનિદેવના મંદિરમાં દીવો પ્રગટાવો 

ધનતેરસના દિવસે શનિ મંદિરમાં જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવવાથી શનિના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે. કામ થવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

પ્રાણીઓની સેવા કરો

શનિદેવ એવા લોકો પર ખૂબ પ્રસન્ન થાય છે જે અસહાય, ગરીબ અને અવાજ વગરના લોકોની સેવા કરે છે. તેથી, શનિ દોષથી મુક્તિ મેળવવા માટે પ્રાણીઓને ભોજન-પાણી આપો અને તેમની સેવા કરો. ગાય, કાગડા અને કૂતરાઓને રોટલી ખવડાવો. ગરીબ મજૂરોને ભોજન કરાવો. અસહાય લોકોની મદદ કરો.

શનિ સ્તોત્રનો કરો પાઠ 

ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં એટલે કે સૂર્યાસ્ત પછી શનિ સ્તોત્રનો પાઠ કરો. તેનાથી શનિના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ વસ્તુનું કરો દાન

શનિને દાન – ધનતેરસ પર સરસવનું તેલ, તલ, લોખંડ, અડદ દાળ વગેરેનું દાન કરો. શનિ સાથે જોડાયેલી આ વસ્તુઓનું દાન કરવાથી શનિ દેવ તમારા પર કૃપા વરસાવે છે.

Share This Article