Autonomous Drone AI Technology: માનવીય મદદ વગર ડ્રોને કરી અદ્ભુત ઉડાન, ચીન-અમેરિકા જોતા રહી ગયા અને આ દેશે રચી દીધો નવો ઈતિહાસ!

Arati Parmar
3 Min Read

Autonomous Drone AI Technology: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ જે રીતે વધ્યો છે, તેણે દરેક દેશને પ્રભાવિત કર્યો છે. AIનો ઉપયોગ દરેક સેક્ટરમાં થઈ રહ્યો છે. હવે દુનિયામાં પહેલીવાર એવું બન્યું છે કે બે ડ્રોને માનવીય મદદ વગર પોતાની મેળે ઉડાન ભરી અને ક્લોઝ ફોર્મેશન ફ્લાઈટ પૂર્ણ કરી. આ ફ્લાઈટમાં વિમાનો એકબીજાની સાથે-સાથે ઉડે છે. બંને ડ્રોને પણ આવું જ કર્યું. આ પરાક્રમ અમેરિકા-ચીન-રશિયા-ભારત જેવી શક્તિઓએ નહીં, પરંતુ એક અન્ય દેશે કરી બતાવ્યું છે.

ઇન્ટરેસ્ટિંગ એન્જિનિયરિંગનો રિપોર્ટ જણાવે છે કે તુર્કીના બે કિઝિલેલ્મા (Kizilelma) ડ્રોને માનવીય મદદ વગર ક્લોઝ ફોર્મેશન ફ્લાઈટનું પ્રદર્શન કર્યું. દુનિયામાં પહેલીવાર એવું બન્યું જ્યારે હથિયારબંધ, જેટ-પાવર્ડ ડ્રોન માનવીય દખલ વગર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓનબોર્ડ સેન્સર્સની મદદથી ઉડાન ભરીને પાછા ફર્યા. આ ફ્લાઈટ 28 ડિસેમ્બરે તુર્કીના હવાઈ ક્ષેત્રમાં પૂર્ણ કરવામાં આવી હતી.

- Advertisement -

AIની મદદથી ડેટા એક્સચેન્જ કર્યો

કોઈપણ ક્લોઝ ફોર્મેશન ફ્લાઈટમાં બંને વિમાનો વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. કિઝિલેલ્મા વચ્ચે પણ આવું કરવું જરૂરી હતું, અન્યથા તેમની વચ્ચે ટક્કર થવાનું જોખમ હતું. રિપોર્ટ અનુસાર, આ એક પડકાર હતો કારણ કે બંને ડ્રોન જાતે જ ઉડાન ભરવાના હતા અને માણસો તેમને કંટ્રોલ કરી રહ્યા નહોતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનોએ પોતાના AI અને ઓનબોર્ડ ડેટા સેન્સર્સની મદદથી માહિતી એકબીજા સુધી પહોંચાડી. આ એટલા માટે મહત્વનું છે કારણ કે બંને ડ્રોન ખૂબ જ ઝડપથી ઉડી રહ્યા હતા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તેમણે ચોકસાઈ સાથે તાલમેલ જાળવી રાખ્યો હતો.

તુર્કી બન્યો દુનિયાનો પહેલો દેશ

માનવીય મદદ વગર બે ડ્રોનની ક્લોઝ ફોર્મેશન ફ્લાઈટ પૂર્ણ કરનાર તુર્કી દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. જે ડ્રોને ઉડાન ભરી, તેને તુર્કીની સંરક્ષણ કંપની બાયકર (Baykar) દ્વારા નિર્મિત જણાવવામાં આવી રહ્યા છે. હવે તેની પાસે એવા ડ્રોન છે જે હથિયારોથી સજ્જ છે અને તેમને એકસાથે ઉડાડવા માટે ટેકનોલોજી સૌથી અસરકારક સાધન છે. રિપોર્ટ અનુસાર, બંને ડ્રોન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેને માણસો સાથે અને માણસો વગર પણ ઉડાડી શકાય.

- Advertisement -

ભવિષ્યમાં આ ટેકનોલોજી કેટલી કામ આવશે?

રિપોર્ટ અનુસાર, આ ઉડાનને સફળ બનાવવા માટે ડ્રોન્સના ફ્લાઈટ મેનેજમેન્ટ અલ્ગોરિધમમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે ભવિષ્યમાં આ ટેકનોલોજીની મદદથી બે થી વધુ ડ્રોન્સને ઝુંડ (Swarm) બનાવીને ઉડાડી શકાશે. તેઓ એકબીજા સાથે આપમેળે કનેક્ટેડ રહેશે અને માહિતી શેર કરશે. આ કામ AIની મદદથી પોતાની મેળે થશે અને મેનપાવર એટલે કે માણસોને અન્ય કામોમાં લગાડી શકાશે.

Share This Article