Israel Biggest Attack On Lebanon: ૧૦ મિનિટમાં લેબનાન ધણધણી ઉઠ્યું: ઈઝરાયેલના ૫૦ ફાઈટર જેટ્સે વરસાવ્યો મોતનો કહેર, સીઝફાયરની જાહેરાત વચ્ચે બેરુતમાં ભયાનક નરસંહાર

Arati Parmar
3 Min Read

Israel Biggest Attack On Lebanon: અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ જ્યારે દુનિયા પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાની આશા રાખી રહી હતી, તે જ દિવસે ઈઝરાયેલે લેબનાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી દીધો. ઈઝરાયેલી સેનાએ ૧૦ મિનિટમાં ૧૦૦ થી વધુ હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશનમાં ૫૦ થી વધુ લડાકુ વિમાનોએ ભાગ લીધો. આ હુમલા લેબનાનની રાજધાની બેરુત, બેકા ઘાટી અને દક્ષિણ લેબનાનમાં કરવામાં આવ્યા, જેમાં રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા.

લેબનાન માટે આ આ સંઘર્ષનો સૌથી જીવલેણ દિવસ સાબિત થયો, જેમાં ઓછામાં ઓછા ૨૫૪ લોકો માર્યા ગયા અને ૧૧૦૦ થી વધુ ઘાયલ થયા છે. મરનારાઓનો આંકડો વધવાની આશંકા છે, કારણ કે બચાવ ટુકડી કાટમાળ નીચે લોકોને શોધી રહી છે. હવાઈ હુમલાની આ લહેરને લેબનાનમાં યુદ્ધ શરૂ થયા પછીની સૌથી મોટી જણાવવામાં આવી રહી છે. આ લહેર ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત બાદ શરૂ થઈ. લેબનાનના રાષ્ટ્રપતિએ આને નરસંહાર કહ્યો છે.

- Advertisement -

“આજે ઈઝરાયેલ ફરી એકવાર પોતાની આક્રમકતા પર અડેલું છે; તે તમામ માનવીય મૂલ્યોના સરેઆમ લીરેલીરા ઉડાડતા અને પરિસ્થિતિને શાંત કરવા તથા સ્થિરતા લાવવાના તમામ પ્રયાસોને નજરઅંદાજ કરતા, પોતાના શરમજનક રેકોર્ડમાં વધુ એક નરસંહાર ઉમેરી રહ્યું છે.” જોસેફ આઉન, લેબનાનના રાષ્ટ્રપતિ

લેબનાન સીઝફાયરનો હિસ્સો નથી?

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાતની થોડી વાર પછી જ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે લેબનાન આનો હિસ્સો નથી અને હિઝબુલ્લાહ વિરુદ્ધ હુમલા ચાલુ રહેશે. બીજી તરફ, ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે લેબનાન અલગ નથી અને તે સંઘર્ષ વિરામનો હિસ્સો છે. તેહરાને લેબનાન પર ઈઝરાયેલી હુમલાને યુદ્ધવિરામ કરાર માટે આપવામાં આવેલા તેના ૧૦ પોઈન્ટ પ્લાનનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આમાં લેબનાનમાં પણ હુમલા રોકવાની વાત કહેવામાં આવી છે.

ઈરાનની યુદ્ધવિરામ તોડવાની ધમકી

  • ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝે કહ્યું કે તેહરાને હોર્મુઝ જલડમરુમધ્યને બંધ કરી દીધું છે.

  • લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલાઓને લઈને યુદ્ધવિરામનું ઉલ્લંઘન જણાવવામાં આવ્યું.

  • ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ તેહરાનની ચેતવણી વિશે જણાવ્યું કે જો ઈઝરાયેલ લેબનાન પર હુમલા ચાલુ રાખે છે તો ઈરાન યુદ્ધવિરામથી પાછળ હટી જશે.

“હું તમામ પક્ષોને પૂરી ઈમાનદારી અને ગંભીરતાથી અપીલ કરું છું કે તેઓ સંયમ રાખે અને નક્કી કરેલા કરાર મુજબ, બે અઠવાડિયા સુધી સંઘર્ષ-વિરામનું સન્માન કરે, જેથી મુત્સદ્દીગીરી આ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી શકે.” શહબાઝ શરીફ, પાકિસ્તાની વડાપ્રધાન

પાકિસ્તાનના વડાપ્રધાનની અપીલ

લેબનાન પર હુમલાની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શાંતિની અપીલ કરી છે. તેમણે એક્સ (X) પર એક પોસ્ટમાં કહ્યું, સંઘર્ષવાળા વિસ્તારમાં કેટલીક જગ્યાએ યુદ્ધવિરામના ઉલ્લંઘનના સમાચાર છે, જેનાથી શાંતિ પ્રક્રિયાની ભાવનાને ઠેસ પહોંચે છે.

- Advertisement -
Share This Article