EPFO New Rule: કર્મચારીની નોકરીની તારીખ નાખવામાં થતી ભૂલને કારણે પ્રોવિડન્ટ ફંડની કચેરી પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરી આપવાની દરખાસ્તને ફગાવી દેતી હતી. આ ક્લેમ આપોઆપ જ રિજેક્ટ થઈ જતા હતા. પરંતુ, હવે આ સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
પ્રોવિડન્ટ ફંડની સેવામાં કરાયો સુધારો
પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કરેલા પરિપત્રમાં નોકરી બદલનારના પ્રોવિડન્ટ ફંડને સરળતાથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરી આપવાની વ્યવસ્થા કરી છે. આ રીતે પ્રોવિડન્ટ ફંડની કચેરી તેની સેવામાં પણ સુધારો કરી રહી છે. નવા સુધારાને પરિણામે પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર થવામાં બિનજરુરી વિલંબ નહીં થાય. આમ નોકરી બદલનાર જૂની નોકરીમાં જમા થયેલા પ્રોવિડન્ટ ફંડની રકમ સરળતાથી નવી કંપનીમાં શિફ્ટ કરી શકશે.