Gold price today: વૈશ્વિક ઘટાડાની અસર, દેશમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold price today: મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં  ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. ચાંદીના ભાવ જો કે નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા.  વિશ્વ બજારમાંમ સોનાના ભાવ ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં  સોનાના ભાવ પર દબાણ વધ્યાની ચર્ચા હતદી.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૪૦૦ ઘટી ૯૯૫ના  રૂ.૯૮૩૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૬૦૦ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૮ હજારના મથાળે જળવાઈ રહી હતી.  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૨૯થી ૩૩૩૦ વાળા ઘટી નીચામાં ૩૨૮૭ થઈ ૩૨૯૫થી ૩૨૯૬ ડોલર રહ્યા હતા.

- Advertisement -

ચીન તથા અમેરિીકા વચ્ચે ટ્રેડ ટેન્શન હળવું થઈ રહ્યાના નિર્દેશો વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોની નવી ખરીદી અટકી વેચવાલી વધ્યાની ચર્ચા સંભળાઈ હતી. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થશે તો વૈશ્વિક સોનાના ભાવ તૂટી નીચામાં ૩૦૦૦ ડોલર સુધી ઉતરી જવાની  શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

Share This Article