Gold Price Today: સોનાના ભાવમાં ઘટાડો, વૈશ્વિક વેચવાલીથી બજારમાં ઉતાર-ચડાવ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Price Today: મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં રેકોર્ડ તેજી  અટકી ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ  ઉંચકાતાં  વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી નિકળી હતી. વિશ્વ બજાર પાછળ  ઘરઆંગણે  પણ સોનામાં ઉંચા મથાળે નવી  માગ ધીમી રહેતાં નફારૂપી માનસ વેંચવાનું  રહ્યું હતુપં.  અમદાવાદ ઝવેરી બજારમાં  આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦  ઘટી  ૯૯૫ના રૂ.૯૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૦૦૦ બોલાતા થયા હતા.

અમદાવાદ ચાંદીના  ભાવ જો કે કિલોના રૂ.૯૭૦૦૦ના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ભાવ ઔંશના ૩૩૮૯થી ૩૩૯૦ વાળા નીચામાં ૩૩૨૦ થઈ ૩૩૫૬થી ૩૩૫૭ ડોલર રહ્યાના સમાચાર હતા. ચીનથી મળતા સમાચાર મુજબ  ત્યાં સરકારે સોનાની આયાતમાં ક્વોટા વધારવા ઉપરાંત આવી આયાત  માટે ફોરેન  કરન્સી  ખરીદવાની છૂટ પણ આપ્યાની ચર્ચા વિશ્વ બજારમાં આજે સંભળાઈ રહી હતી.

- Advertisement -
Share This Article