Safest Banks of India: તમારા પૈસા ક્યાં સુરક્ષિત? RBI એ જાહેર કરી દેશની ૩ સૌથી મજબૂત અને મોટી બેન્કો!

Arati Parmar
3 Min Read

Safest Banks of India: અપણા દેશમાં મોટાભાગના લોકો પોતાના બચત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બેન્કમાં ખાતું ખોલાવે છે. બેન્કમાં પૈસા જમા થતા જ આપણે એ માન્યતા રાખીએ છીએ કે હવે આ રકમ સંપૂર્ણ સુરક્ષિત છે અને વ્યાજથી થોડી વધારાની આવક પણ મળશે. પરંતુ હકીકતમાં કોઈ પણ બેન્ક ક્યારેક નબળી પડી શકે અને જોખમ ઊભું થઈ શકે છે. આવા સમયમાં લોકો માટે કઈ બેન્ક સુરક્ષિત છે તે જાણવું ખુબ જરૂરી બને છે.

RBI દ્વારા જાહેર કરાયેલી ત્રણ સૌથી સુરક્ષિત બેન્ક

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, HDFC બેન્ક અને ICICI બેન્કને દેશની સૌથી સુરક્ષિત અને મહત્વપૂર્ણ બેન્ક તરીકે ઓળખ આપવામાં આવી છે. આ ત્રણેય બેન્કોને D-SIB એટલે કે ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેન્ક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ પગલાથી સ્પષ્ટ થાય છે કે આ બેન્કોના નિષ્ફળ થવાથી દેશની નાણાકીય સ્થિતિ પર ભારે અસર પડી શકે છે.

- Advertisement -

કેમ આ બેન્કોને વધારે સુરક્ષિત માનવામાં આવે છે

D-SIB તરીકે જાહેર થયેલી આ બેન્કોએ સામાન્ય બેન્કો કરતાં વધારે મૂડી રાખવાની ફરજ રહે છે. RBI મુજબ, આવી બેન્કોને વધારાનું CET1 કેપિટલ જાળવવું જરૂરી છે જેથી કોઈપણ અણધારી પરિસ્થિતિમાં તેઓ વધારે મજબૂત બની રહે. SBI ને 0.80%, HDFC બેન્કને 0.40% અને ICICI બેન્કને 0.20% જેટલું વધારાનું કેપિટલ રાખવું પડે છે. આ નિયમો તેમને અન્ય બેન્કોની સરખામણીએ વધારે સ્થિર બનાવે છે.

D-SIB કોન્સેપ્ટ શું છે અને કેવી રીતે શરૂ થયો

D-SIB ની સંકલ્પના વર્ષ 2014 દરમિયાન રજૂ થઈ હતી જ્યારે RBI એ નાણાકીય પ્રણાલીની સ્થિરતા સુધારવા માટે આ માળખું તૈયાર કર્યું હતું. વર્ષ 2015 થી બેન્કોની ઓળખ શરૂ થઈ અને ત્યારથી દર વર્ષે આ યાદીમાં ફેરફારો થાય છે. આ બેન્કો દેશમાં એટલી અસરકારક હોય છે કે તેમની નિષ્ફળતા પૂરી સિસ્ટમને હચમચાવી શકે, તેથી સરકાર અને RBI બંને તેમની કાર્યક્ષમતા પર સતત નજર રાખે છે.

- Advertisement -

બેન્ક ડૂબી જાય તો ગ્રાહકોને કેટલું સુરક્ષા કવર

જો કોઈ બેન્ક કોઈ કારણસર ડૂબી જાય અથવા પોતાની કામગીરી બંધ કરે, તો ગ્રાહકોને તેમની જમા રકમમાંથી મહત્તમ માત્ર ₹5 લાખ સુધી જ મળે છે. જો ખાતામાં તેનાથી વધુ રકમ હોય તો પણ ₹5 લાખથી વધારાનું વળતર મળતું નથી. આ સુરક્ષા DICGC દ્વારા અપાય છે, જેમાં દરેક ખાતાધારકને વીમા કવર આપવામાં આવે છે. વર્ષ 2020 પહેલાં આ મર્યાદા માત્ર ₹1 લાખ હતી જેને વધારીને હવે ₹5 લાખ કરવામાં આવી છે.

- Advertisement -
Share This Article