RRB NTPC recruitment 2025:રેલવેમાં કરિયર બનાવવા માગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. રેલવે ભરતી બોર્ડે NTPC ભરતી માટે એક નોટિફિકેશન જારી કરી દીધી છે. રેલવેમાં 8875 વેકેન્સી માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો 21 ઑક્ટોબરથી 20 નવેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર અરજી કરી શકે છે. આ ભરતી મુખ્યત્વે ગ્રેજ્યુએટ પાસ યુવાઓ માટે છે. તેના માટે 21 ઑક્ટોબર, 2025થી 20 નવેમ્બર, 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
ક્યાં કરવી અરજી
અરજી રેલવેની સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર કરવાની રહેશે.
કયા-કયા પદ માટે વેકેન્સી?
આ ભરતી હેઠળ સ્ટેશન માસ્ટર, ગુડ્સ ગાર્ડ, ટ્રાફિક આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, ટાઇપિસ્ટ અને એકાઉન્ટ આસિસ્ટન્ટ જેવા ઘણા પદ પર નોકરી મળશે.
અહીં ચેક કરો મહત્ત્વપૂર્ણ તારીખો
આ દિવસે જારી થઈ હતી નોટિફિકેશન: 29 સપ્ટેમ્બર 2025
અરજી શરુ થવાની તારીખ: 21 ઑક્ટોબર 2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 20 નવેમ્બર 2025
ફી ભરવાની છેલ્લી તારીખ: 20 નવેમ્બર 2025
અરજી ફી?
જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ: રૂ. 500/-
SC/ST/EBC/મહિલા/ટ્રાન્સજેન્ડર: રૂ. 250/-
રિફંડ રકમ (જો CBT માટે હાજર હોવ તો)
જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ: રૂ. 400/-
SC/ST/EBC/મહિલા/ટ્રાન્સજેન્ડર: રૂ. 250/-
પરીક્ષા ફી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા ચૂકવો / ઈ-ચલણ દ્વારા ઓફલાઇન ચૂકવો.
વય મર્યાદા કેટલી હોવી જોઈએ (01.01.2026 સુધી)
ન્યૂનત્તમ ઉંમર: 18 વર્ષ.
મહત્તમ ઉંમર: 33 વર્ષ.
શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ?
ભારતમાં કોઈપણ માન્ય યુનિવર્સિટી/બોર્ડમાંથી અંગ્રેજી/હિન્દી ટાઇપિંગ સાથે સ્નાતકની ડિગ્રી અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.
કેટલો મળશે પગાર?
RRB NTPC ગુડ્સ ટ્રેન મેનેજરનો પગાર – રૂ. 29,200/- પ્રતિ માસ.
RRB NTPC સ્ટેશન માસ્ટરનો પગાર- રૂ. 35,400/- પ્રતિ માસ.
RRB NTPC ચીફ કમાન્ડન્ટ કમ ટિકિટ સુપરવાઇઝર પગાર 2025- રૂ. 35,400/- પ્રતિ માસ.
RRB NTPC જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ પગાર- રૂ. 29,200/- પ્રતિ માસ.
RRB NTPC સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ પગાર 2025- રૂ. 29,200/- પ્રતિ માસ.
આ ડૉક્યુમેન્ટ્સની પડશે જરૂર
– શૈક્ષણિક પ્રમાણપત્રો
– 10/12 અથવા સ્નાતકની ડિગ્રી
– માર્કશીટ અને પ્રમાણપત્રો
– આધાર કાર્ડ/ઓળખ કાર્ડ
– આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા અન્ય કોઈપણ માન્ય ઓળખપત્ર
– જન્મ તારીખ પ્રમાણપત્ર
– 10/12ની માર્કશીટ અથવા જન્મ પ્રમાણપત્ર
– જાતિ/આરક્ષણ પ્રમાણપત્ર
– SC/ST/OBC પ્રમાણપત્ર
– અનુભવ પ્રમાણપત્ર
– ફોટોગ્રાફ અને સહી
– પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલી સહી
ત્રણ તબક્કામાં યોજાશે પરીક્ષા
CBT 1 પરીક્ષા (કૉમ્પ્યુટર આધારિત ટેસ્ટ)
CBT 2 પરીક્ષા
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષા
કેવી રીતે કરવી અરજી
– રેલવેની સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર જાઓ.
– ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
– ડૉક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ચૂકવો.
– છેલ્લી તારીખ પહેલાં અરજી સબમિટ કરો.