સુરતઃ RTOમાં ચોરીનો પર્દાફાશ, નકલી RC બુક બનાવીને કારના વેચાણનો પર્દાફાશ

Reena Brahmbhatt
1 Min Read

સુરત ક્રાઈમ બ્રાન્ચે RTO એજન્ટ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી

સુરતના પાલ સ્થિત RTO ઓફિસમાંથી ચોરાયેલી જૂની આરસી બુકનો ઉપયોગ કરીને બનાવટી દસ્તાવેજો બનાવીને કાર વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આરટીઓ એજન્ટ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

- Advertisement -

fraud

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડભોલી ગામે રહેતો અંકિત નરેશભાઈ વઘાસિયા પોતાના ઘરે નકલી આરસી બુક બનાવતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે વઘાસિયાના ઘરે દરોડો પાડી તેની પાસેથી મોટી સંખ્યામાં નકલી આરસી બુક, કોમ્પ્યુટર, પ્રિન્ટર અને અન્ય સાધનો મળી આવ્યા હતા.

- Advertisement -

વઘાસિયાએ આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાંથી જૂની આરસી બુકની ચોરી કરી હતી અને તેનો નકલી દસ્તાવેજો બનાવવા માટે ઉપયોગ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તે લોકોને કાર વેચતો હતો.

વઘાસિયા ઉપરાંત પોલીસે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ બાબુભાઈ પટેલ (આરટીઓ એજન્ટ), સવજીભાઈ મોહનભાઈ ડાભી (ડ્રાઈવર), અશોકભાઈ ઉર્ફે બાલો ગોરધનભાઈ કાછડિયા, અને સતીષભાઈ ઈલૈયાની પણ ધરપકડ કરી છે.

- Advertisement -

પોલીસે જણાવ્યું કે આ કેસમાં કુલ 92,610 રૂપિયાનો સામાન રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article