Ahmedabad Richest People : અમદાવાદના 5 સૌથી ધનિક લોકો, જાણો કોણ છે આ યાદીમાં

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Ahmedabad Richest People : અમદાવાદ, ભારતના ઘણા સફળ ઉદ્યોગપતિઓનું જન્મસ્થાન છે. ગૌતમ અદાણી, પંકજ પટેલ સહિતના ધનિકોએ અહીંથી પોતાના વ્યવસાયો શરૂ કરી વિશ્વમાં મોટું નામ કર્યું છે.

અમદાવાદના ટોચના પાંચ સૌથી ધનિક વ્યક્તિઓમાં ગૌતમ અદાણી, પંકજ પટેલ સહિત અનેક નામોનો સમાવેશ થાય છે.

- Advertisement -

અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $84.8 બિલિયન છે, ભારતના બીજા અને વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે.

ઝાયડસ ગ્રૂપના પંકજ પટેલની સંપત્તિ $7.1 બિલિયન છે, જે તેમને ભારતના ટોચના ધનિકોમાં સ્થાન આપે છે

- Advertisement -

ટોરેન્ટ ગ્રૂપના સુધીર અને સમીર મહેતા પણ અમદાવાદના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં સામેલ છે, તેમની સંપત્તિ $3.5 બિલિયન છે.

એસ્ટ્રાલ પોલી ટેક્નોલોજીસના સંસ્થાપક સંદીપ એન્જિનિયરનું નામ પણ અમદાવાદના ધનિક ઉદ્યોગપતિઓમાં આવે છે, તેમની સંપત્તિ $1.5 બિલિયન છે.

- Advertisement -

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના રાજીવ મોદી પણ શહેરના સમૃદ્ધ ઉદ્યોગપતિઓમાં સામેલ છે, તેમની સંપત્તિ $1.8 બિલિયન છે.

આ સહિત અનેક એવા બિઝનેસમેન છે જેમણે અમદાવાદથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે.

Share This Article