Gujarat Police Bulldozer Action: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલી રહ્યું

Arati Parmar
4 Min Read

Gujarat Police Bulldozer Action: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી બાદ તંત્ર અને સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે 100 કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. જ્યારે પોલીસે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી રાજ્યભરમાં  જુદી જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે.

Share This Article