Surat VIP Liquor Party: સુરત વિઆઈપી લિકર પાર્ટી કાંડ : ઉદ્યોગપતિના પુત્રનો પોલીસ સાથે ઝગડો, બર્થડે પાર્ટીમાં મચ્યો હોબાળો – વીડિયો વાયરલ

Arati Parmar
2 Min Read

Surat VIP Liquor Party:  ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતમાં એક ઉદ્યોગપતિના પુત્રના જન્મદિવસે યોજાયેલી વિઆઈપી લિકર પાર્ટી પોલીસની રેડ બાદ ચર્ચામાં આવી છે. આ ઘટનાએ રાજ્યભરમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

ઉદ્યોગપતિના પુત્રનો પોલીસ સાથે વાદવિવાદ

- Advertisement -

સુરતના ઉદ્યોગપતિ સમીર શાહના પુત્રના બર્થડે પર SAM S49 હોટેલમાં પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં શહેરના જાણીતા લોકો હાજર હતા. પોલીસ ત્યાં પહોંચી ત્યારે હોટેલમાં હડકંપ મચી ગયો. રેડ દરમિયાન સમીર શાહનો પુત્ર એક પોલીસ અધિકારી સાથે ઉગ્ર વાદવિવાદમાં ઉતરી ગયો. જ્યારે પોલીસ તેને ગાડીમાં બેસાડવા લાગી ત્યારે પણ તેણે વિરોધ કર્યો.

હું કોઈને નથી જાણતો,” પોલીસનો દૃઢ જવાબ

- Advertisement -

જ્યારે સમીર શાહે ફોન પર કોઈ ‘મહત્વપૂર્ણ વ્યક્તિ’ સાથે વાત કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્યુટી પરના પોલીસકર્મીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું — “હું કોઈને નથી જાણતો.” આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હોટેલમાંથી દારૂ અને કાર જપ્ત

- Advertisement -

પોલીસે હોટેલ બહાર પાર્ક કરેલી બલેનો કારમાંથી બિયર ભરેલા કાર્ટૂન તેમજ હોટેલનું DVR પણ જપ્ત કર્યું છે. દારૂ સપ્લાય કરનાર વ્યક્તિને પણ ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ઉદ્યોગપતિના પુત્રને છોડવામાં આવ્યો હોવાના આરોપો સામે પોલીસ તપાસ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ડીસીપી નિધી ઠાકુરનું નિવેદન

સુરત શહેર પોલીસ ઝોન-4ની ડીસીપી ડૉ. નિધી ઠાકુરે જણાવ્યું કે, “આ મામલે અલથાન પોલીસ તપાસ કરી રહી છે. પુરાવા આધારે કાર્યવાહી કરવામાં આવશે.” ડૉ. નિધી ઠાકુર તાજેતરમાં જ સુરતમાં બદલી થઈ છે અને તે પહેલાં તેઓ અમદાવાદમાં સાબરમી જેલની સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા.

સોશિયલ મીડિયામાં ‘બીફોર-આફ્ટર’ વીડિયો માગણી

રાજકીય ચર્ચાઓ પણ ગરમાઈ

આ કિસ્સો ગુજરાતના નવા મંત્રીમંડળના શપથગ्रहણ પહેલાં થયો હોવાથી ચર્ચાઓ તેજ થઈ છે. ખાસ કરીને સુરત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હોમ સિટી હોવાથી આ મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે. સોશિયલ મીડિયામાં લોકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Share This Article