દરરોજ સવારે નાસ્તામાં ખાવો એક નારંગી, આ 5 બીમારીઓથી મળશે છૂટકારો
નારંગી સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ ફળ છે. તેમાં વિટામિન A અને C, પ્રોટીન, સુગર, પોટેશિયમ, મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વોને કારણે તેને સવારે ખાલી પેટ ખાવું શ્રેષ્ઠ છે. નારંગીનું દરરોજ સેવન કરવામાં આવેતો સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ નારંગને ખાવાથી થતા ફાયદાઓ અંગે વિગતવાર.
સ્કિનને નુકસાનથી બચાવે છે
નારંગીમાં એન્ટીઑકિસડન્ટો હાજર હોય છે જે ત્વચાને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ કારણે ત્વચા પર વૃદ્ધત્વના ચિન્હો ઓછા દેખાય છે. દરરોજ એક નારંગી તમને 50 વર્ષની ઉંમરે પણ યુવાન દેખાવામાં મદદ કરી શકે છે.
બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે
નારંગી વિટામિન B6થી ભરપૂર હોવાથી હિમોગ્લોબિન પ્રોડક્શનમાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલા મેગ્નેશિયમને કારણે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
અમેરિકા અને કેનેડાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, પોલી ઇથોક્સીલેટેડ ફ્લેવોન્સ (PMFs) નામના સાઇટ્રસ ફળોની છાલમાં જોવા મળતા સંયોજનોનો એક વર્ગ કોલેસ્ટ્રોલને વધુ અસરકારક રીતે ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.
સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે
નારંગીમાં રહેલ ફાઇબર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી ડાયાબિટીસવાળા લોકો માટે નારંગીને હેલ્ધી નાસ્તો બનાવે છે. નારંગીમાં રહેલું પ્રાકૃતિક ફ્રુક્ટોઝ ખાધા પછી બ્લડ સુગરનું લેવલને વધતા અટકાવે છે.
હાર્ટની બીમારીઓથી બચાવે છે

