અમદાવાદથી લોનાવાલા અને મહાબળેશ્વરની ફલાઇટ થઈ શરૂ

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

અમદાવાદઃ ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. દિવાળી, ઉનાળાના વેકેશનમા અને હાલ ચાલુ ચોમાસાની સીઝનમાં ચોમાસાની મજા લઇ શકે તેવા હિલ સ્ટેશનો સુધી પહોંચવા માટેની અમદાવાદ એરપોર્ટ પરથી સીધી ફ્લાઇટસ શરૂ કરવામાં આવી છે. જેના પગલે હવે અમદાવાદથી લોનાવાના કે મહાબળેશ્વર ઉપરાંત કેરળના મુન્નાર કે એલેપ્પીના નજીકના એરપોર્ટ સુધી સીધા હવાઈ માર્ગે પહોંચી શકશે.

mahabaleswar temple

- Advertisement -

અમદાવાદથી ધુમ્મસની ટેકરીઓ અને ઝરમર ધોધ વચ્ચે ચોમાસાનો અનુભવ કરી શકે, તેના માટે અકાસા એરની બે અને ઇન્ડિગો એરલાઇન્સની ત્રણ ફ્લાઇટ દ્વારા અમદાવાદથી પુણે સુધી પહોંચી શકશે, જ્યાંથી લોનાવલા કે મહાબળેશ્વર સરળતાથી પહોંચી શકાશે.

ચોમાસામાં પર્વતો પર મોનસૂન મેજિકનો નજારો માણો:
અમાવાદથી ગોવાની કનેક્ટિવિટી પણ સરળ છે. અમદાવાદથી મોપા અને ડાબોલિમ એરપોર્ટ માટે કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. ઉત્તર ગોવા જવા મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી ઈન્ડિગો, સ્પાઈસજેટ અને અકાસા એરની દરરોજની એક ફ્લાઈટ ઉપલબ્ધ છે.
કચ્છના રણની મુલાકાત લેવી હોય તો પણ અમદાવાદથી ભૂજની ફ્લાઇટ મળે છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સતત વધી રહી છે.

- Advertisement -
Share This Article