Anger heart attack risk: સતત ગુસ્સો હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે, સ્ટડીઝમાં ચોંકાવતો ખુલાસો

Arati Parmar
4 Min Read

Anger heart attack risk: આજકાલ નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. પહેલા હાર્ટ એટેક મોટા ભાગે વૃદ્ધોને આવતો હતો. પરંતુ હવે કોઈપણ ઉંમરના વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. હાર્ટ એટેકથી ઘણા લોકોના જીવ પણ ગયા છે. ત્યારે આ વચ્ચે ફિટનેસ કોચ અને ઈન્ફ્લુએન્સર પ્રિયંકા મહેતાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની છે. તેણે વીડિયોમાં દાવો કર્યો છે કે, સતત ગુસ્સો પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. આ સાથે જ તેણે હાર્વર્ડની સ્ટડીનો હવાલો આપીને ફોલોઅર્સને ગુસ્સાના જોખમો અંગે ચેતવણી પણ આપી છે.

લોકો દરેક નાની-મોટી વાત પર ગુસ્સો કરતા જ હોય છે અને આવી સ્થિતિમાં એ કહેવું કે, સતત ગુસ્સો કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે, તો આ સાંભળીને લોકો હેરાન રહી ગયા છે. કારણ કે, ગુસ્સો તો દરેક લોકો કરે છે. તો ચાલો જાણીએ કે, શું ખરેખર ગુસ્સો હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

- Advertisement -
Share This Article