Ayurvedic Gut Health Remedies: રસોડામાં હાજર આ 6 વસ્તુઓ છે અકસીર ઈલાજ, બદલાતા મોસમમાં આ રીતે સાચવો તમારી ગટ હેલ્થ

Arati Parmar
3 Min Read

Ayurvedic Gut Health Remedies: મોસમ બદલાવા પર પેટમાં દુખાવો અને પાચન સંબંધી સમસ્યાઓ થવી સામાન્ય વાત છે. તાપમાનમાં વધારો કે ઘટાડો, વાતાવરણમાં ભેજ અને બેક્ટેરિયાના સ્તરમાં ફેરફારને કારણે ગટ હેલ્થ (પાચન સ્વાસ્થ્ય) પ્રભાવિત થાય છે.

આયુર્વેદમાં અજમો, જીરું, વરિયાળી, આદુ, હીંગ અને ત્રિફળા જેવી ઘરેલું ઔષધિઓ દ્વારા પેટના દુખાવાનો ઉપચાર કરવામાં આવે છે. આ લેખમાં અમે પેટના દુખાવાના આયુર્વેદિક ઉપચાર, ખાનપાન અને લાઈફસ્ટાઈલની સાચી આદતો વિશે જણાવી રહ્યા છીએ.

- Advertisement -

પેટના દુખાવાના 6 આયુર્વેદિક ઉપચાર

આયુર્વેદિક જડીબુટ્ટીઓના સેવનથી પાચન ક્રિયાને બહેતર બનાવી શકાય છે. જોકે, ગંભીર કે સતત દુખાવાના કિસ્સામાં ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. સામાન્ય સંજોગોમાં નીચે મુજબના ઉપાયો કારગર નીવડે છે:

  • અજમો: અજમામાં થાઈમોલ હોય છે જે પાચક એન્ઝાઈમ બનાવવામાં મદદ કરે છે. અડધી ચમચી શેકેલા અજમાને એક ચપટી સંચળ (કાળું મીઠું) સાથે ગરમ પાણીમાં લેવાથી ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે.

  • જીરું: જીરું ખોરાક પચાવવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું ઉકાળી, ગાળીને તે ગરમ પાણી ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.

  • વરિયાળી: ભોજન પછી એક ચમચી વરિયાળી ચાવવી અથવા વરિયાળીનું પાણી પીવું જોઈએ. તે ઠંડક પ્રદાન કરે છે અને એસિડનું સ્તર ઘટાડે છે.

  • આદુ: આદુના રસમાં લીંબુના ટીપાં અને એક ચપટી સિંધવ મીઠું ભેળવીને પીવાથી ઉબકા અને પેટના દુખાવામાં રાહત મળે છે.

  • હીંગ: જો ગેસને કારણે દુખાવો હોય તો એક ચપટી હીંગને ગરમ પાણીમાં મેળવીને પીવાથી અથવા નાભિની આસપાસ તેનો લેપ કરવાથી તાત્કાલિક આરામ મળે છે.

  • ત્રિફળા: આમળા, બહેડા અને હરડેનું મિશ્રણ ગટ હેલ્થ સુધારવા માટે રાત્રે ગરમ પાણી સાથે લેવું હિતાવહ છે.

પેટના દુખાવામાં રાહત માટે આયુર્વેદિક આહાર

આયુર્વેદ હળવા અને ગરમ ભોજન પર ભાર મૂકે છે. રાહત મેળવવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું:

- Advertisement -
  • ખીચડી, વેજીટેબલ સૂપ અને ઓછા મસાલાવાળા શાકભાજી ખાઓ.

  • શેકેલું જીરું નાખેલી છાશ પીવી.

  • એસિડિટી હોય તો નાળિયેર પાણી અને બાફેલા ચોખા ઉત્તમ છે.

  • આખો દિવસ નવશેકું પાણી પીવું.

  • તળેલી, મસાલેદાર વસ્તુઓ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો.

  • મોડી રાત્રે ભોજન કરવાનું ટાળો અને ખાંડનો વપરાશ મર્યાદિત કરો.

લાઈફસ્ટાઈલ બદલીને મેળવો રાહત

રોજિંદી આદતોમાં ફેરફાર પાચનશક્તિ મજબૂત કરે છે:

  1. શાંતિથી ભોજન: જમતી વખતે મોબાઈલ કે ટીવીથી દૂર રહો અને ખોરાકને બરાબર ચાવવો.

  2. નિયમિતતા: દરરોજ નિશ્ચિત સમયે ભોજન કરવાથી પાચન ક્રિયા સુચારુ ચાલે છે.

  3. તણાવ મુક્તિ: યોગ, ધ્યાન અને બ્રીધિંગ એક્સરસાઈઝ કરવાથી માનસિક તણાવ ઘટશે, જે સીધી રીતે પાચન પર અસર કરે છે.

  4. ચાલવાની આદત: ભોજન પછી થોડું ચાલવું જરૂરી છે, જેનાથી પેટ ફૂલવાની સમસ્યા થતી નથી.

  5. પૂરતી ઊંઘ: 7 થી 8 કલાકની ઊંઘ મેટાબોલિઝમ સારું રાખે છે.

- Advertisement -
Share This Article