શું નોન-સ્ટીક વાસણો કેન્સર માટે જવાબદાર છે?

Reena Brahmbhatt
3 Min Read
Version 1.0.0

નોન સ્ટીક વાસણમાં બનેલું ભોજન ખાવાથી કેન્સર થાય છે? એક્સપર્ટ્સ પાસેથી જાણો હકીકત
નોન સ્ટીક વાસણમાં ટેફલોન કોટિંગ કરેલું હોય છે, જેનાથી ખોરાક ચોંટી જતો નથી. ટેફલોન બનાવવા માટે પોલી ટેટ્રા ફ્લોરો ઇથિલિન (પીટીએફઇ) કેમિકલ જવાબદાર છે.
નોન સ્ટીક વાસણ ભોજન બનાવવા માટે વપરાય છે. રસોઈના વાસણો અને ગેસની ફ્લેમ ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ આપણે રસોડામાં ખોરાક રાંધવા માટે નોન-સ્ટીક વાસણોનો વધુ ઉપયોગ કરીએ છીએ. ગેસ પર ખોરાક રાંધવા માટે આપણે નોન-સ્ટીક કડાઇ, નોન-સ્ટીક કૂકર, નોન-સ્ટીક તવા સહિતના ઘણા વાસણોનો ઉપયોગ કરીએ છીએ. આ વાસણોનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ભોજન બનાવવામા તેલ ઓછું વપરાય છે.

એઈમ્સના ભૂતપૂર્વ સલાહકાર અને સાઓલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર ડો.વિમલ ઝાંઝરે જણાવ્યું હતું કે નોન-સ્ટીક વાસણમાં ભોજન ચોંટી જતું નથી. આ વાસણોમાં હાજર ટેફલોન કોટિંગ ખોરાક ચોંટી ન જાય તે માટે જવાબદાર છે. ટેફલોન બનાવવા માટે પોલી ટેટ્રા ફ્લોરો ઇથિલિન (પીટીએફઇ) કેમિકલ જવાબદાર છે.

- Advertisement -

આ કેમિકલ કાર્બન અને ફ્લોરિન માંથી બને છે. આ કેમિકલ નૉન સ્ટીક વાસણનું કોટિંગ બનાવે છે. તમને જણાવી દઈએ કે નોન સ્ટીક વાસણોમાં ટેફલોન કોટિંગ 20 માઈક્રોનથી પણ ઓછું હોય છે. એટલે કે આ વાસણો પર આ કેમિકલનું કોટિંગ ખૂબ જ પાતળું હોય છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું આ કેમિકલ કેન્સરનું કારણ બને છે. એક્સપર્ટ પાસેથી જાણીએ કે કેન્સર માટે ટેફલોન કોટિંગ જવાબદાર છે કે નહીં?

ટેફલોન કોટિંગ કેન્સર માટે જવાબદાર છે?
2000-2001માં ટેફલોન કોટિંગ પર કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે તેમાં એક લેવલ છે જે કેન્સર પેદા કરનારું હોય છે. ટેફલોન કોટિંગમાં PERFLUOROOCTANOIC ACID (PFOA) હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે. 2013માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોઈ પણ ટ્રિફલોન PFOA ન હોવું જોઈએ. આ એસિડની ગેરહાજરીને કારણે નોન સ્ટીક વાસણો સ્વાસ્થ્ય માટે હાનિકારક બનવાને બદલે ફાયદાકારક બની ગયા છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ટેફલોન કોટિંગ પેટ સુધી પહોંચી જાય તો પણ આંતરડાને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકતું નથી.

- Advertisement -

નોન સ્ટીક વાસણોનો ઉપયોગ કરો છો, તો આ વાતોનું રાખો ધ્યાન
નોન સ્ટીક વાસણ સીધું ગેસ પર ગરમ કરશો નહીં. ટેફલોન 260 ડિગ્રીથી ઉપરના તાપમાને નીકળવા લાગે છે.
ખાલી નોન સ્ટીલ વાસણ ગરમ ન કરો, પરંતુ તેમા ખોરાક નાખીને ગેસ પર મૂકવા.
માત્ર સારી ગુણવત્તાવાળા નોન સ્ટીક વાસણો જ ખરીદો.
નોન સ્ટીક વાસણ ધોવા માટે હંમેશા સ્પોન્જનો ઉપયોગ કરો
નોન સ્ટીક વાસણ માંથી કોટિંગ નીકળવા લાગે તો તેમા ભોજન રાંધવવું નહીં.
નોન સ્ટીક વાસણમાં સ્ટીલ કે અન્ય કોઇ ધાતુમાંથી બનેલી ચમચી અથવા ફોર્કનો ઉપયોગ કરવાથી કોટિંગ ઉખડી શકે છે. આથી નોન સ્ટીલ વાસણમાં ભોજન બનાવવા માટે લાકડાના ચમચાનો ઉપયોગ કરો.

Share This Article