Curd Benefits for Weight Loss: દહીં એ કુદરતી પ્રોબાયોટિક ફૂડ છે, જે આંતરડામાં સારા બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે. દહીં ખાવાથી પાચનશક્તિ સારી રહે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત બને છે. આ જ કારણે દહીંને રોજિંદા આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે દહીં સ્વાસ્થ્ય અને સુંદરતાને પણ નિખારે છે. આ લેખમાં આપણે દહીં ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાણીશું.
દહીં ખાવાના ફાયદા
પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીં હેલ્ધી અને ટેસ્ટી હોય છે. દહીં ખાવાના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે:
ગટ હેલ્થ (આંતરડાના સ્વાસ્થ્ય) માટે ફાયદાકારક: દહીં પ્રોબાયોટિક્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા આંતરડાના માઇક્રોબાયોમને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જેનાથી પાચન સુધરે છે. નિયમિત દહીં ખાવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
હાડકાંને મજબૂત બનાવે છે: દહીં કેલ્શિયમ, વિટામિન ડી, ફોસ્ફરસ અને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. દહીં ખાવાથી દાંત અને હાડકાં મજબૂત થાય છે. તે બોન ડેન્સિટી વધારીને હાડકાંને મજબૂતી આપે છે, જેનાથી વધતી ઉંમરે સાંધાનો દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ અને ફ્રેક્ચરનું જોખમ ઘટે છે.
ઇમ્યુનિટી વધારવા માટે: દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ, કેલ્શિયમ, ઝિંક અને વિટામિન B12 જેવા પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનાથી શરીરની ચેપ (ઇન્ફેક્શન) સામે લડવાની ક્ષમતા વધે છે.
પાચનતંત્રને સુધારે છે: જો ભારે ખોરાક ખાધા પછી પેટમાં અસ્વસ્થતા અનુભવાય, તો દહીં પાચનને સરળ બનાવે છે. તે પેટના pH લેવલને નિયંત્રિત કરી એસિડિટી અને છાતીમાં બળતરા ઘટાડે છે. દહીં પેટને ઠંડક આપે છે.
વજન ઘટાડવામાં સહાયક: દહીંમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. દહીં મેટાબોલિઝમ વધારે છે. સવારના નાસ્તામાં કે લંચમાં તાજું અને લો-ફેટ દહીં ખાવાથી બોડી ફેટ ઘટાડવામાં અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
દહીં ખાવાનો સાચો સમય અને રીત
જો દહીંને સંતુલિત માત્રામાં અને સાચા સમયે ખાવામાં આવે, તો તે શરીર માટે ખૂબ જ લાભકારી છે:
ક્યારે ખાવું: દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરનું ભોજન (Lunch) છે. રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે કફ પેદા કરી શકે છે અને પાચનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
કેટલું ખાવું: એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 1 થી 2 વાટકી (આશરે 200-300 ગ્રામ) તાજું દહીં ખાઈ શકે છે.
કેવી રીતે ખાવું: બને ત્યાં સુધી ખાંડ વગરનું કુદરતી દહીં ખાવું જોઈએ. તમે તેમાં જીરું પાવડર અથવા થોડું સંચળ ઉમેરી શકો છો.
સાવધાની: જે લોકોને લેક્ટોઝ ઇનટોલરન્સ (દૂધની બનાવટોથી એલર્જી) હોય, તેમણે દહીં લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને શિયાળામાં કે ચોમાસામાં જો તમને સાંધાનો દુખાવો કે શરદી-ખાસી હોય તો દહીં સાવચેતીથી ખાવું.

