Heart Healthy Dry Fruits Tips: ડ્રાય ફ્રૂટ્સને અવારનવાર હેલ્ધી સ્નેક માનવામાં આવે છે, પરંતુ તમામ વિકલ્પો એક સમાન હોતા નથી. કિમ્સ હોસ્પિટલના ચીફ ડાયટિશિયન ડૉ. અમરીન શેખના જણાવ્યા અનુસાર, જ્યારે વાત હૃદયની તબિયત અને બ્લડ પ્રેશર કંટ્રોલની આવે છે ત્યારે તમામ ડ્રાય ફ્રૂટ્સ એક સરખા ફાયદાકારક નથી હોતા. તેમની સાચી માત્રા અને પ્રોસેસિંગની રીત તેમના સ્વાસ્થ્ય લાભોને નિર્ધારિત કરે છે, આ તમામ બાબતોની સીધી અસર તમારી તબિયત પર પડે છે. તેથી, હૃદયની તબિયત માટે તેનું સેવન સમજદારીથી અને સાચી માત્રામાં કરવું જોઈએ.
હૃદય માટે ફાયદાકારક ડ્રાય ફ્રૂટ્સ
ડાયટિશિયન શેખના જણાવ્યા મુજબ, હૃદયના દર્દીઓએ બદામ, અખરોટ અને પિસ્તા જેવા અનસેચ્યુરેટેડ ફેટ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર નટ્સનું સેવન કરવું જોઈએ, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. આ ઉપરાંત, મર્યાદિત માત્રામાં કિસમિસ લેવી અને અંજીર જેવા સૂકા ફળો પણ ફાઈબર અને માઈક્રોન્યુટ્રિઅન્ટ્સના સારા સ્ત્રોત છે.
પ્રોસેસ્ડ ડ્રાય ફ્રૂટ્સથી કેમ દૂર રહેવું
જોકે, પ્રોસેસ્ડ ડ્રાય ફ્રૂટ્સથી સાવધ રહેવું જરૂરી છે. ખૂબ જ ગળ્યા, ચાસણીવાળા અથવા મીઠાવાળા સૂકા ડ્રાય ફ્રૂટ્સથી બચવું જોઈએ. આ શરીરમાં સોડિયમ અને ખાંડનું પ્રમાણ વધારી શકે છે, જે બ્લડ પ્રેશર અને હૃદયની તબિયતને નુકસાન પહોંચાડી શકે છે. તેથી હંમેશા સાદા અને પ્રોસેસ કર્યા વગરના ડ્રાય ફ્રૂટ્સ જ ખાવા જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી સાવધાની
ડ્રાય ફ્રૂટ્સમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ અથવા સુગર સાથે જોડાયેલી સમસ્યાવાળા લોકોએ તેને સાવધાનીથી ખાવા જોઈએ. બ્લડ સુગરને અચાનક વધતું અટકાવવા માટે ડ્રાય ફ્રૂટ્સને ખાલી પેટે ખાવાને બદલે નટ્સની સાથે અથવા જમ્યા પછી ખાવા જોઈએ. આનાથી બ્લડ સુગર અચાનક વધતું નથી.
સાચી માત્રાનું રાખો ખાસ ધ્યાન
માત્રાનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. દરરોજ એક નાની મુઠ્ઠી એટલે કે લગભગ 5 થી 10 નટ્સ અથવા 1 થી 2 ચમચી ડ્રાય ફ્રૂટ્સ ખાવા પૂરતા હોય છે. વધારે ખાવાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે, જેનાથી વજન વધી શકે છે. અને વજન વધવું એ હૃદયની બીમારીઓનું એક મોટું કારણ માનવામાં આવે છે.

