Knee Osteoarthritis Prevention: ઘૂંટણમાં દુખાવો, સોજો અને ચાલવામાં તકલીફ એ ની-ઓસ્ટિઓઆર્થરાઈટિસના સંકેત, ૩ આદતો આ સમસ્યાથી બચાવી શકે છે

Arati Parmar
3 Min Read

Knee Osteoarthritis Prevention: ઓસ્ટિઓઆર્થરાઈટિસ એક એવી સ્થિતિ છે જેમાં ઘૂંટણના સાંધાની કાર્ટિલેજ (કાસ્થિ) ધીમે ધીમે ઘસાવવા લાગે છે. આ કાર્ટિલેજ હાડકાં વચ્ચે કુશનનું કામ કરે છે અને તેમને અંદરોઅંદર ઘસાતા બચાવે છે. ઓસ્ટિઓઆર્થરાઈટિસની સ્થિતિમાં જ્યારે કાર્ટિલેજ ઘસાઈ જાય છે, ત્યારે હાડકાં એકબીજા સાથે ટકરાવા લાગે છે, જેનાથી દુખાવો, સોજો અને ચાલવામાં તકલીફ થાય છે. સમય જતાં આ સમસ્યા વધી શકે છે અને વ્યક્તિના રોજિંદા કામ જેવા કે ચાલવું, બેસવું કે સીડી ચઢવી મુશ્કેલ બની જાય છે.

ઘૂંટણના ઓસ્ટિઓઆર્થરાઈટિસના લક્ષણો

જ્યારે આ સમસ્યા શરૂ થાય છે ત્યારે તેના લક્ષણો ધીમે ધીમે દેખાય છે અને સમય જતાં વધતા જાય છે:

- Advertisement -
  • ઘૂંટણમાં દુખાવો: આ સૌથી સામાન્ય લક્ષણ છે. શરૂઆતમાં દુખાવો માત્ર ચાલતી વખતે કે સીડી ચઢતી વખતે થાય છે, પરંતુ બાદમાં આરામ કરતી વખતે પણ થઈ શકે છે.

  • ઘૂંટણમાં જકડન: સવારે ઉઠતી વખતે અથવા લાંબા સમય સુધી બેસી રહ્યા પછી ઘૂંટણમાં જકડન અનુભવાય છે.

  • સોજો: ઘૂંટણની આસપાસ સોજો આવી શકે છે, જે ચાલવામાં અવરોધ ઉભો કરે છે.

  • ચટકવાનો અવાજ (ક્રેપિટસ): ઘૂંટણ વાળતી વખતે ‘કટક’ કે ઘસાવા જેવો અવાજ સંભળાય છે.

  • ચાલવા-ફરવામાં તકલીફ: ઘૂંટણને પૂરો વાળવામાં કે સીધો કરવામાં મુશ્કેલી પડે છે.

ઓસ્ટિઓઆર્થરાઈટિસના કારણો

હવે આ સમસ્યા ઓછી ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે છે:

  • વધુ પડતું વજન (મેદસ્વીતા)

  • ઘૂંટણની જૂની ઈજા

  • શારીરિક પ્રવૃત્તિનો અભાવ

  • સ્નાયુઓની નબળાઈ

  • ખોટી રીતે બેસવાની કે ઉભા રહેવાની આદત

શું ન ખાવું જોઈએ?

દુખાવો અને સોજો ઘટાડવા માટે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નીચેની વસ્તુઓ ટાળવી જોઈએ:

- Advertisement -
  • તળેલી અને મસાલેદાર વાનગીઓ

  • પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ

  • કોલ્ડ ડ્રિંક્સ અને વધુ ખાંડવાળા જ્યુસ

  • જરૂર કરતાં વધુ મીઠું અને મેંદો

  • રેડ મીટ, ચિપ્સ અને સ્નેક્સ

જીવનશૈલીમાં ફેરફાર કરીને મેળવો રાહત

આ ૩ આદતો બદલીને તમે અર્લી ઓસ્ટિઓઆર્થરાઈટિસથી બચી શકો છો:

  1. વજન કંટ્રોલમાં રાખો: વજન ઓછું કરવાથી ઘૂંટણ પરનું દબાણ ઘટે છે અને દુખાવામાં રાહત મળે છે.

  2. નિયમિત કસરત કરો: મોર્નિંગ વોક, સ્વિમિંગ અને સાયકલિંગ જેવી હળવી કસરતો સ્નાયુઓને મજબૂત રાખે છે. ખાસ કરીને સાથળના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી ફાયદાકારક છે.

  3. લાંબા સમય સુધી બેસી ન રહો: દર ૩૦-૪૦ મિનિટે ઉભા થઈને થોડું ચાલો અથવા સ્ટ્રેચિંગ કરો. લાંબા સમય સુધી બેસી રહેવાથી જોખમ વધે છે.

સાથે જ આરામદાયક અને સપોર્ટ આપતા પગરખાં પહેરવા અને બોડી પોશ્ચર (શરીરની સ્થિતિ) યોગ્ય રાખવી પણ અત્યંત જરૂરી છે. જો ઘૂંટણનો દુખાવો ૨-૩ અઠવાડિયાથી વધુ સમય રહે, તો તરત જ તપાસ કરાવવી જોઈએ.

- Advertisement -
Share This Article