Roasted Guava Benefits: લિવર માટે વરદાન શેકેલું જામફળ: કબજિયાત અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ; આયુર્વેદમાં ઔષધિ સમાન

Arati Parmar
4 Min Read

Roasted Guava Benefits: જામફળ એક એવું ફળ છે, જેને લોકો સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દે છે. પરંતુ, આયુર્વેદથી લઈને આધુનિક પોષણ વિજ્ઞાન સુધી, જામફળને સુપરફૂડ ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તેનો સ્વાદ તો લાજવાબ હોય જ છે, પરંતુ તેના પોષક તત્વો શરીરને અંદરથી મજબૂત બનાવે છે. ખાસ વાત એ છે કે કાચું કે પાકેલું જામફળ જેટલું ફાયદાકારક છે, તેનાથી ક્યાંય વધુ ગુણકારી શેકેલું જામફળ હોય છે. ઘણા લોકો તેના ફાયદા જાણતા જ નથી, પણ તેને યોગ્ય રીતે શેકીને ખાવાથી તે શરીરમાં એવા ચમત્કારિક બદલાવ લાવે છે કે મોટા-મોટા મોંઘા સપ્લિમેન્ટ્સ પણ પાછળ રહી જાય છે. ખાસ કરીને લિવરના સ્વાસ્થ્ય માટે તે કોઈ અમૃતથી ઓછું માનવામાં આવતું નથી.

શેકેલા જામફળના ફાયદા

 

આજની ભાગદોડ ભરી જિંદગીમાં અનહેલ્ધી ખાન-પાન, જંક ફૂડ, દારૂ, વધુ દવાઓનું સેવન અને મોડે સુધી જાગવાની આદતોના કારણે લિવર પર સૌથી વધુ બોજ પડે છે. લિવર નબળું પડતાં જ શરીરમાં ટૉક્સિન (ઝેરી તત્વો) એકઠા થવા લાગે છે, પાચન બગડે છે અને ધીમે ધીમે ફેટી લિવર, કમળો, સ્થૂળતા, બ્લડ શુગર અને હૉર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આવા સમયે શેકેલું જામફળ શરીરને અંદરથી ડિટૉક્સ કરે છે, લિવરના કોષોનું સમારકામ કરે છે અને પાચનને સુધારીને ઘણી બીમારીઓથી રક્ષા કરે છે. આચાર્ય બાલકૃષ્ણ અનુસાર, શેકેલું જામફળ માત્ર સ્વાદિષ્ટ ફળ જ નહીં પણ એક ઔષધિ છે. જ્યારે તેને ધીમા તાપે શેકીને ખાવામાં આવે છે, ત્યારે તેના પોષક તત્વો વધુ પ્રભાવી બની જાય છે. જામફળમાં રહેલું વિટામિન C, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ્સ શરીરને અનેક રોગોથી બચાવે છે.

લિવર માટે વરદાન

 

લિવર શરીરનું સૌથી જરૂરી અંગ છે, જે પાચન અને ટૉક્સિન્સને બહાર કાઢવાનું કામ કરે છે. આચાર્ય બાલકૃષ્ણ જણાવે છે કે શેકેલું જામફળ લિવરની કાર્યક્ષમતા વધારે છે. તે લિવરની નબળાઈ, ફેટી લિવર અને અન્ય સમસ્યાઓમાં લાભકારી છે. નિયમિત રૂપથી તેનું સેવન કરવાથી લિવર હેલ્ધી રહે છે અને શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.

શેકેલું જામફળ અને અન્ય રોગો:

  • પાચનતંત્રની સમસ્યાઓ: કબજિયાત, ગેસ અને અપચો જેવી પરેશાનીઓમાં તે ખૂબ જ ઉપયોગી છે.

  • શુગર કંટ્રોલ: જામફળનું સેવન બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

  • હૃદય રોગોથી બચાવ: તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ અને ફાઇબર હૃદયને મજબૂત બનાવે છે.

  • રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી): વિટામિન C ની ભરપૂરતા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.

  • જાડાપણું અને વજન નિયંત્રણ: ફાઇબર યુક્ત હોવાથી તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં સહાયક છે.

જામફળ ખાવાની યોગ્ય રીત

 

આચાર્ય બાલકૃષ્ણએ શેકેલું જામફળ ખાવાની રીત પણ જણાવી છે:

  • એક હલકું કાચું જામફળ લો અને સારી રીતે ધોઈને બે ભાગમાં કાપી લો.

  • બંને ભાગમાં સંચળ (સેંધા નમક) લગાવી લો.

  • તેને ધીમા તાપે શેકો.

  • તેને છાલ સહિત ખાઈ શકાય છે, કારણ કે છાલમાં પણ પોષક તત્વો હોય છે.

  • સવારે ખાલી પેટે અથવા સાંજે હળવા નાસ્તાના રૂપમાં તેનું સેવન કરવું સૌથી લાભકારી છે.

  • નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીરમાં સંતુલન જળવાઈ રહે છે અને રોગોથી બચાવ થાય છે.

આચાર્ય બાલકૃષ્ણ અનુસાર, શેકેલું જામફળ અમૃત સમાન છે. તે માત્ર લિવરને હેલ્ધી નથી રાખતું, પણ પાચન, હૃદય અને શુગર જેવી સમસ્યાઓમાં પણ લાભકારી છે. યોગ્ય રીતે તેનું સેવન કરવાથી તે પ્રાકૃતિક ઔષધિની જેમ કામ કરે છે.

Share This Article