Uric Acid Diet Control: સાંધાના દુખાવાથી પામવો છે છુટકારો? યુરિક એસિડ વધારતા આ ખોરાકથી આજે જ બનાવી લો અંતર

Arati Parmar
4 Min Read

Uric Acid Diet Control: યુરિક એસિડ એક નેચરલ વેસ્ટ પ્રોડક્ટ છે, જે પ્યુરીનના તૂટવાથી બને છે. હાઈ યુરિક એસિડથી બચવા માટે સોડા, સીફૂડ, રેડ મીટ, બીયર જેવા કેટલાક ફૂડ્સનું સેવન બંધ અથવા લિમિટમાં કરવું જોઈએ. જ્યૂસ પીતી વખતે પણ ધ્યાન આપો કે તે પેકેટબંધ કે ડબ્બાબંધ ના હોય, પરંતુ તાજો હોય. સર્ટિફાઈડ ડાયાબિટીસ એજ્યુકેટર અને ડાયટિશિયન ડો. અર્ચના બત્રાએ યુરિક એસિડ વધારનારા પ્યુરીનથી ભરપૂર ફૂડ્સની જાણકારી આપી છે.

સામાન્ય રીતે યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે અને પેશાબ સાથે બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય અથવા યુરિક એસિડ બહાર નીકળવાની ઝડપ ધીમી થઈ જાય ત્યારે શરીરમાં તેનું લેવલ વધવા લાગે છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં હાઈપરયુરિસિમિયા કહેવામાં આવે છે.

- Advertisement -

સાંધામાં બની જાય છે ક્રિસ્ટલ

લાંબા સમય સુધી યુરિક એસિડનું લેવલ વધેલું રહેવાથી સાંધાની વચ્ચે નાના-નાના ક્રિસ્ટલ બની જાય છે, જેનાથી ગાઉટ (ગઠિયો વા) નામની દર્દનાક બીમારી થાય છે. ડો. અર્ચના બત્રા પોતાના પેશન્ટ્સને યુરિક એસિડ લેવલને નોર્મલ લેવલમાં રાખવાની સલાહ આપે છે. પુરુષોનું યુરિક એસિડ 3.4 થી 7.0 mg/dL ની વચ્ચે અને મહિલાઓનું યુરિક એસિડ 2.4 થી 6.0 mg/dL ની વચ્ચે રહેવું જોઈએ.

રેડ મીટ અને ઓર્ગન મીટ

ડાયટિશિયનના જણાવ્યા મુજબ, રેડ મીટ અને ઓર્ગન મીટ (પ્રાણીઓનું લિવર-કિડની) નું અતિશય સેવન કરવા પર યુરિક એસિડના લેવલમાં વધારો થાય છે. આ મીટની અંદર પ્યુરીનની માત્રા ખૂબ વધારે હોય છે, તેથી તે યુરિક એસિડ વધારવામાં સીધી ભૂમિકા ભજવે છે. જ્યારે દર્દીઓ આનું સેવન ઓછું કરે છે, ત્યારે તેમના સાંધાના દુખાવા અને ફ્લેયર અપમાં ઝડપથી ઘટાડો આવે છે.

- Advertisement -

સીફૂડ

એક્સપર્ટના જણાવ્યા મુજબ, સીફૂડનું સેવન કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ. માછલીઓને હેલ્ધી ફૂડ માનવામાં આવે છે, પરંતુ તેમની અંદર પ્યુરીનની માત્રા ઘણી હોય છે. ખાસ કરીને સાર્ડિન, એન્કોવી અને શેલફિશનું સેવન ઓછું કરવું જોઈએ. વધેલા યુરિક એસિડથી પરેશાન લોકો જો આ માછલીઓનું થોડી માત્રામાં પણ સેવન કરે છે તો તેમનું લેવલ ઝડપથી વધી શકે છે.

આલ્કોહોલ

આલ્કોહોલ પણ યુરિક એસિડ વધારે છે, જેમાં બીયરનો રોલ સૌથી વધારે છે. તે યુરિક એસિડ વધારવાની સાથે કિડનીનું ફંક્શન પણ ઘટાડી દે છે, જેનાથી આ વેસ્ટ પ્રોડક્ટ બહાર નીકળી શકતી નથી. બીયર બનાવવા માટે તેમાં નાખવામાં આવતા યીસ્ટમાં પણ પ્યુરીન ભરપૂર હોય છે. જે લોકો યુરિક એસિડ ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે, તેમણે આલ્કોહોલ અને બીયરથી બિલકુલ અંતર બનાવી લેવું જોઈએ.

- Advertisement -

શુગર અને ફ્રુક્ટોઝથી ભરપૂર ફૂડ-ડ્રિંક

સોડા, પેકેટબંધ જ્યૂસ, હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ વગેરેમાં પ્યુરીનની માત્રા ખૂબ વધારે હોય છે. આ પ્યુરીન મેટાબોલિઝમને વધારીને યુરિક એસિડનું ઉત્પાદન ઝડપથી વધારે છે. ડો. અર્ચનાના જણાવ્યા મુજબ આ ફૂડ્સની સાથે તમારે ખાંડનું સેવન પણ ઘટાડી દેવું જોઈએ.

રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ વાળા ફૂડ

સફેદ બ્રેડ, કેક અને મેદાથી બનેલી ખાદ્ય સામગ્રીઓમાં પ્યુરીન હોતું નથી, પરંતુ તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને પ્રોત્સાહન આપે છે. જેનાથી શરીર અસરકારક રીતે યુરિક એસિડને બહાર કાઢી શકતું નથી. રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ વાળા ફૂડની જગ્યાએ દર્દીઓએ આખા અનાજનું સેવન કરવું જોઈએ.

સેચ્યુરેટેડ ફેટ અને ફ્રાઈડ ફૂડ

સેચ્યુરેટેડ ફેટ અને ફ્રાઈડ ફૂડનું વધુ માત્રામાં સેવન કરવાથી બચવું જોઈએ. ફેટ અને અનહેલ્ધી ફૂડથી ભરપૂર ડાયટ કિડની ફંક્શનને પ્રભાવિત કરે છે. ડાયટમાં હેલ્ધી ફેટ અને હેલ્ધી કુકિંગ મેથડ જોડવાથી ના માત્ર યુરિક એસિડ લેવલ કંટ્રોલ કરી શકો છો, પરંતુ હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ જેવા અનેક રોગોનું જોખમ ઘટાડી શકો છો.

Share This Article