Retinal Detachment Treatment: ઇમરાન ખાનની બેગમ બુશરા બીબીને થયું ‘રેટિનલ ડિટેચમેન્ટ’, જાણો શું છે આંખોની આ ગંભીર બીમારી?

Arati Parmar
3 Min Read

Retinal Detachment Treatment: પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત અદિયાલા જેલ સાથે જોડાયેલો એક સ્વાસ્થ્ય મામલો અત્યારે ચર્ચામાં છે, જ્યાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પત્ની બુશરા બીબીની આંખની ગંભીર સમસ્યાને કારણે સર્જરી કરાવવી પડી. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, તેમની જમણી આંખની રોશની પ્રભાવિત થઈ રહી હતી, જેની ફરિયાદ બાદ તરત જ એક્સપર્ટ પાસે તપાસ કરાવવામાં આવી. તપાસમાં રેટિના પોતાની જગ્યાએથી ખસી જવા એટલે કે ‘રેટિનલ ડિટેચમેન્ટ’ની પુષ્ટિ થઈ છે, જે આંખો સાથે જોડાયેલી એક ગંભીર સ્થિતિ માનવામાં આવે છે.

ડોક્ટરોની ટીમ, જેમાં પ્રોફેસર ડોક્ટર નદીમ કુરેશી સામેલ હતા, તેમણે તેમની સારવાર કરી અને સર્જરીની સલાહ આપી. ૧૬ એપ્રિલે તેમને રાવલપિંડીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં જરૂરી તપાસ બાદ ઓપરેશન કરવામાં આવ્યું. સર્જરી બાદ એક રાત હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખ્યા પછી તેમને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ડોક્ટરોએ આગળ પણ નિયમિત તપાસ અને કાળજી રાખવાની સલાહ આપી છે.

- Advertisement -

રેટિનલ ડિટેચમેન્ટ શું હોય છે?

હેલ્થ વિશે માહિતી આપતી સંસ્થા clevelandclinic મુજબ, રેટિનલ ડિટેચમેન્ટ એક એવી સ્થિતિ છે જેમાં આંખની પાછળ આવેલું અત્યંત સંવેદનશીલ પડ (રેટિના) પોતાની જગ્યાએથી અલગ થઈ જાય છે. આ પડ પ્રકાશને ઓળખવાનું અને તેને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે કાયમી ધોરણે નજર નબળી કરી શકે છે. એક્સપર્ટના મતે, ઉંમર વધવાની સાથે આંખની અંદર રહેલો જેલ જેવો પદાર્થ બદલાવા લાગે છે, જેનાથી આ સમસ્યા પેદા થઈ શકે છે.

આ પ્રકારની સ્થિતિમાં સૌથી જરૂરી છે તાત્કાલિક ઓળખ અને સારવાર. દર્દીને અચાનક ધૂંધળું દેખાવું, આંખોની સામે પડછાયા કે ચમકારા દેખાવા અથવા કોઈ ભાગમાં અંધારું મહેસૂસ થવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આવા સંકેતો મળતા જ વિલંબ કર્યા વગર આંખના નિષ્ણાતનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે.

- Advertisement -

દેખરેખ પણ છે જરૂરી

સર્જરી બાદ કાળજી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. દર્દીએ આંખો પર દબાણ લાવવાનું ટાળવું જોઈએ, ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી અને સમયાંતરે તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને શરૂઆતના થોડા દિવસો ખૂબ મહત્વના હોય છે, કારણ કે આ દરમિયાન જ આંખની રિકવરી નક્કી થાય છે. બુશરા બીબીની સર્જરી બાદ ડોક્ટરોએ આગળની દેખરેખ અને ફોલોઅપ ચાલુ રાખવાની સલાહ આપી છે. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર તેમની હાલત હવે સ્થિર છે અને ડોક્ટરોની સૂચના મુજબ સારવાર ચાલુ રહેશે.

આ પહેલા પણ પ્રોફેસર ડોક્ટર નદીમ કુરેશીની ટીમે ઇમરાન ખાનની આંખોનું પરીક્ષણ કર્યું હતું. બીજી તરફ, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) દ્વારા તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સારી સારવારની માંગ કરવામાં આવી છે.

- Advertisement -
Share This Article