Winter skin care fruits: શિયાળામાં ત્વચાને ડ્રાયનેસથી બચાવવા અને ચમકદાર રાખવા માટે વિટામિન-સમૃદ્ધ ફળો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Winter skin care fruits: શિયાળો શરૂ થઈ ગયો છે. આ ઋતુ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ લઈને આવે છે. સૌથી સામાન્ય ડ્રાયનેસ, ખંજવાળ અને સ્કિન ફાટવી છે, કારણ કે ઠંડી, શુષ્ક હવા અને ઘરની અંદર ગરમી ત્વચાનું ભેજ છીનવી લે છે. આ સમસ્યાઓથી બચવા માટે, તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવી મહત્ત્વપૂર્ણ છે. તમારી ત્વચાને કુદરતી ચમક આપવા માટે તમારે કેટલાક ફળોને તમારા ડાયટમાં શામેલ કરવા જોઈએ. વિટામિન, એન્ટી-ઓકિસડન્ટ અને હાઈડ્રેશનથી ભરપૂર, આ ફળો શિયાળામાં ત્વચાની ચમક જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.

સંતરા

વિટામિન Cથી ભરપૂર, સંતરા કોલેજન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવવા માટે જરૂરી છે. દરરોજ સંતરા ખાવાથી અથવા સવારે તાજા સંતરાનો રસ પીવાથી તમારી ત્વચા પે ચમક આવી શકે છે અને કાળા ડાઘ અથવા પિગમેન્ટેશન ઘટાડવામાં મદદ મળે છે. વધુમાં, સંતરામાંથી કુદરતી હાઈડ્રેશન ત્વચાને કોમળ અને ચમકદાર રાખે છે.

દાડમ

એન્ટી-ઓકિસડન્ટથી ભરપૂર દાડમ ખાવાથી તમારી ત્વચાને કુદરતી ચમક મળે છે. દાડમના હાઈડ્રેટિંગ અને એન્ટી-ઈફ્લેમેટરી ગુણધર્મો ત્વચાને ચમકદાર બનાવે છે, ભેજ પ્રદાન કરે છે અને લાલાશ ઘટાડે છે. દાડમ ત્વચાની ડ્રાયનેસને અંદરથી દૂર કરવામાં મદદ કરે છે.

પપૈયા

પપૈયામાં પપૈન જેવા એન્ઝાઈમ ભરપૂર માત્રામાં હોય છે, જે એક્સ્ફોલિએટર તરીકે કામ કરે છે. તે ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે અને અંદરથી તાજી, ચમકતી ત્વચાને પ્રદાન કરે છે. પપૈયામાં વિટામિન A, C અને E ભરપૂર માત્રામાં હોય છે, આ બધું ત્વચાના સમારકામ માટે જરૂરી છે. શિયાળામાં, જ્યારે ત્વચા ડ્રાય અને ડલ બની જાય છે, ત્યારે નિયમિતપણે પપૈયા ખાવાથી ત્વચા સુંવાળી બને છે.

જામફળ

જામફળમાં પણ ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે. આ વિટામિન Cનું પ્રમાણ જામફળને ડ્રાયનેસ સામે લડવા માટે એક શક્તિશાળી ફળ બનાવે છે. આ ઉપરાંત, આ ફળ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તેમાં હાજર વિટામિન C સ્કિન સેલ્સને ઝડપથી સુધારવામાં મદદ કરે છે, જેના કારણે ત્વચા ફ્રેશ અને ગ્લોઈંગ રહે છે.

Share This Article