lifestyle habits causing high blood pressure: જાણો રોજિંદી કઇ ખોટી આદતો હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

lifestyle habits causing high blood pressure: છેલ્લા કેટલાક દાયકાઓમાં લોકોમાં હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શનની સમસ્યા ઝડપથી વધી છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તો તેના હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે. આ રોગની ગંભીરતા જોતાં, તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે આ રોગ કોઈ ખાસ લક્ષણો દર્શાવ્યા વિના શરીરને નુકસાન પહોંચાડતો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણી કેટલીક રોજિંદી આદતો આ ખતરાના મૂળ છે? જાણીએ કે કઈ આદતો હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે, જેથી આજથી જ સુધારો કરી શકાય.

જંક અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી 

- Advertisement -

સેચ્યુરેટેડ ફેટ અને કેમિકલ્સથી ભરેલા ખોરાક તમારી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને તમારું વજન વધે છે. જેના કારણે બ્લડ પ્રેશર પણ વધી શકે છે. આથી જંક અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો.

વધુ પડતી ખાંડ

- Advertisement -

ખાંડ તમારા શરીરને ઇન્સ્યુલિન પ્રતિરોધક બનાવે છે, જેના કારણે નર્વસ સિસ્ટમને વધુ મહેનત કરવી પડે છે. આ તમારી રક્તવાહિનીઓ પર દબાણ લાવે છે અને તેમને કડક બનાવે છે અને બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. સોફ્ટ ડ્રીંક્સ, કેન્ડી જેવી વસ્તુઓમાં જોવા મળતી ખાંડ વધુ ખતરનાક હોય છે.

ઓછું પોટેશિયમ લેવાથી પણ જોખમ વધે છે 

- Advertisement -

પોટેશિયમ રક્તવાહિનીઓમાં સોડિયમનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. જે રક્તવાહિનીઓને આરામ આપે છે. શરીરમાં  પોટેશિયમના ઓછા પ્રમાણના કારણે સ્ટ્રેસ હોર્મોન્સ માં વધારો થાય છે અને બ્લડ પ્રેશર પણ વધે છે.

હંમેશા તણાવમાં રહેવાથી પણ બીપી વધે છે 

તણાવના કારણે શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સનું પ્રમાણ વધે છે. જેના કારણે ધબકારા ઝડપી બને છે અને રક્તવાહિનીઓને સંકુચિત થાય છે. તેના કારણે બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. આથી તણાવથી બચવા કસરત કરો, સારી ઊંઘ લો, દારૂ અને સિગારેટ ઓછી કરો અને પૂરતો આરામ લો.

પૂરતી ઊંઘ ન લેવી

7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી હોર્મોન લેવલ પર ખરાબ અસર પડે છે. આ તમારા તણાવમાં વધારો કરે છે. નબળી ઊંઘને ​​કારણે, તમારા બ્લડ પ્રેશરનું સ્તર વધવા લાગે છે.

શરીરમાં કોઈપણ પ્રકારનો દુખાવો

માથાનો દુખાવો, ઈજા, સંધિવા જેવા કોઈપણ પ્રકારનો દુખાવો તમારા શરીરની સ્ટ્રેસ સિસ્ટમને એક્ટીવ કરે છે. આ તમારા બ્લડ પ્રેશરનું લેવલ વધારે છે.

Share This Article