Coconut Water Alternatives: નારિયેળ પાણીની જગ્યાએ આ 5 સસ્તા અને હેલ્ધી વિકલ્પો તમારી બોડી હાઇડ્રેટ રાખશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Coconut Water Alternatives: કોરોના કાળ બાદ નારિયેળના પાણીની માંગ હદ કરતાં વધી ગઈ છે. લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત થયા છે અને તેમના આરોગ્યની કાળજી લેવા લાગ્યા છે અને તેમના ડાયટમાં નારિયેળ પાણીને સામેલ કરે છે.

નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઇટ્સ, વિટામિન અને મિનરલ્સ રહેલા છે, જે હાઇડ્રેશનનું પાવરહાઉસ બનાવે છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે તમારા શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નારિયેળ પાણી જેટલું જ પૌષ્ટિક છે, તેટલું જ તે મોંઘુ પણ છે. ઘણા લોકો તેને રોજ ખરીદી શકતા નથી.ત્યારે આવી સ્થિતિમાં અમે તમારા માટે નારિયેળ પાણીના બદલે 5 સસ્તા વિકલ્પો લાવ્યા છીએ, જે તમારા શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં નારિયેળ પાણી જેટલું જ ગુણકારી છે.

- Advertisement -

તરબૂચનો જ્યૂસ

નારિયેળ પાણીની જેમ તરબૂચનો રસ પણ ઈલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે. આ પોટેશિયમનો એક સારો  સ્ત્રોત છે. જેમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ તેને એક સારું હાઇડ્રેટિંગ બનાવે છે.

દૂધીનો રસ 

દૂધીમાં લગભગ 92% પાણી રહેલું છે, જે તમારા શરીરમાં પાણીનું સંતુલન બનાવવામાં મદદરુપ થાય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, ફોસ્ફરસ હોય છે, જે શરીરને અનેર બીમારીઓથી બચાવીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સફેદ પેઠેનો રસ 

સફેદ પેઠેનો રસ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સફેદ પેઠેમાં 96% પાણી રહેલું હોય છે, જે તમારા શરીરમાં પાણીને ઘટવા દેતું નથી. તેના રસમાં કેલ્શિયમ, ઝીંક, ફોસ્ફરસ, થાઇમિન અને પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સિડન્ટ જોવા મળે છે.

કેળાની દાંડીનો રસ

કેળાની દાંડીના રસમાં કેલ્શિયમ, વિટામિન B6, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જોવા મળે છે. આ બધા પોષક તત્ત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ  તમારા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

સ્નેક ગાર્ડનો રસ 

સ્નેક ગાર્ડના રસમાં ફ્લેવોનોઇડ્સ, કેરોટીનોઇડ્સ, ફેનોલિક એસિડ, ડાયેટરી ફાઇબર, મિનરલ્સ, મેગ્નેશિયમ, ઝીંક જેવા ગુણો રહેલા છે. તે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરી શકે છે.

Share This Article