late night dairy and bad dreams: મોડી રાતની આ ટેવ ખરાબ સપનાનું કારણ હોય શકે છે

Arati Parmar
By Arati Parmar 4 Min Read

late night dairy and bad dreams: ઘણી વ્યક્તિને વારંવાર ખરાબ સપનાઓ આવતા હોઈ શકે છે. આ ખરાબ સપના આવવાનું કારણ ઘણા છે, પરંતુ હાલમાં એક સ્ટડી કરવામાં આવી છે જેમાં એક નવું કારણ સામે આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને ખરાબ સપના આવવા માટે મોડી રાતે ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી એ થઈ શકે છે. નવી સ્ટડી પ્રમાણે આ કારણ સામે આવ્યું છે. યુનિવર્સિટી ડે મોન્ટ્રીયલના ડૉક્ટર ટોર નાઇલ્સન દ્વારા એક સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે મોડી રાતે લીધેલા ખોરાકને કારણે એ શક્ય છે. સુવા પહેલાં ખોટા પ્રકારનો ખોરાક ખાવાથી ઊંઘ ન આવવી અને ખરાબ સપનાઓ આવવા શક્ય છે.

મોડી રાતનો ખોરાક છે જવાબદાર

- Advertisement -

આ સ્ટડી પબ્લિશ કરવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ લેક્ટોઝ ઇન્ટોલેરન્સ છે તેઓ મોડી રાતે જો ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરે તો તેમને ખરાબ સપના આવવાની શક્યતા વધી જાય છે. આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એને અને ઊંઘ વચ્ચે ગેસ થવા જેવી કેટલીક બાબતો પણ જવાબદાર છે.

કેટલા વ્યક્તિ પર કરવામાં આવી સ્ટડી?

ડૉક્ટર દ્વારા આ સ્ટડી માટે ઘણાં સ્ટુડન્ટને પસંદ કરવામાં આવ્યા હતા. સ્ટુડન્ટને પસંદ કરવા પાછળનો હેતુ તેમની લાઇફસ્ટાઇલ છે. મોટાભાગના સ્ટુડન્ટ ચોક્કસ લાઇફસ્ટાઇલનું અનુકરણ કરતાં નથી. તેમજ તેઓ વધુ બહારનું ખાતા હોય છે. તેમનો ઊંઘવાનો સમય પણ લોકોને કરતાં અલગ હોય છે. આથી તેમના પર સૌથી વધુ શું અસર પડે છે એ માટે તેમને પસંદ કરવામાં આવ્યા હતા. આ માટે રિસર્ચર દ્વારા એક હજાર સ્ટુડન્ટ પર સ્ટડી કરવામાં આવી હતી.

ખરાબ સપના માટે શું છે જવાબદાર?

આ સ્ટડીમાં જાણવા મળ્યું કે 22 ટકા ખરાબ સપના ફક્ત ડેરી પ્રોડક્ટના કારણે આવે છે. આ પ્રોડક્ટમાં ખાસ કરીને દૂધ, દહીં, ચીઝ અને અન્ય દૂધને લગતી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. લેક્ટોઝ ઇન્ટોલેરન્સ વ્યક્તિમાં ખરાબ સપના કેટલા વધુ આવે છે અને કેટલા ખરાબ આવે છે એની સંખ્યા વધુ હતી.

મોડી રાતના ખોરાકથી કેવી રીતે સપના આવે છે?

રિસર્ચમાં જોવા મળ્યું છે કે ખરેખર ખોરાકથી ખરાબ સપના નથી આવતાં. છતાં ખોરાકને કારણે શરીરમાં અંદર જે બેચેની થાય છે એના કારણે ખરાબ સપના આવે છે. આ પહેલાં એવા પ્રકારની સ્ટડી છે જેમાં એ સાબિત કરવામાં આવ્યું છે કે ચોક્કસ પ્રકારનો ખોરાક ન લેવાથી ખરાબ સપના આવવાની શક્યતા વધી જાય છે.

રાતે કેવો ખોરાક લેવો?

રાતે સૌથી નુકસાનકારક ખોરાકમાં ડેરી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. એમાં ડિઝર્ટ્સ, આઇસ્ક્રીમ, સ્વીટ્સ, સ્પાઇસી ફૂડ અને માંસનો સમાવેશ થાય છે. સારી ઊંઘ આવે એ માટે ફળ, શાકભાજી અને હર્બલ ટીનો સમાવેશ થાય છે. આથી આ સ્ટડીમાં એ જાણવા મળ્યું છે કે ચોક્કસ પ્રકારના ખોરાકથી ઊંઘ બગડી શકે છે. ખરાબ સપના આવી શકે છે. આ વિશે ડૉક્ટર ટોર નાઇલ્સન કહે છે, ‘આ માટે હવે એક્સપેરિમેન્ટલ સ્ટડી કરવી જરૂરી બની ગઈ છે. અત્યાર સુધી રિસર્ચમાં તો એ જાણવા મળ્યું છે, પરંતુ એક્સપેરિમેન્ટમાં શું પરિણામ આવે એ જોવું રહ્યું. આથી અમે હવે એ કરીશું જેમાં કેટલાક વ્યક્તિને ચીઝવાળી પ્રોડક્ટ આપીશું અને કેટલાક વ્યક્તિને ફળ અને શાકભાજી.’

Share This Article