Arundhati Roy Iran Attack: અરુંધતી રોયનો આકરો પ્રહાર: ઈરાન હુમલા પર મૌન રહેતી ભારત સરકારને ગણાવી ‘કરોડરજ્જુ વગરની’

Arati Parmar
4 Min Read

Arundhati Roy Iran Attack: અમેરિકા-ઈઝરાયેલે ઈરાન પર ભીષણ હુમલો કર્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને ટાર્ગેટ બનાવીને મારી નાખવામાં આવ્યા છે પરંતુ આ બાબતે અત્યાર સુધી ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. સરકારના આ વલણ પર પ્રખ્યાત લેખિકા અરુંધતી રોયે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમને એ વાત પર શરમ આવે છે કે આપણી સરકાર કેટલી કાયર અને કરોડરજ્જુ વગરની (રીઢવિહીન) છે.

પોતાના નવા પુસ્તક ‘મધર મેરી કમ્સ ટુ મી’ પર આયોજિત ચર્ચા દરમિયાન લેખિકા અરુંધતી રોયે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર કહ્યું કે, તેહરાન, ઈસ્ફહાન અને બેરૂત જેવા શહેરો હિંસાની લપેટમાં છે અને વૈશ્વિક સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આપણે એ સુંદર શહેરો વિશે વાત કર્યા વિના દિવસનો અંત કેવી રીતે કરી શકીએ, જે હાલમાં આગની લપેટમાં છે.

- Advertisement -

અરુંધતી રોયે ઈરાન સંઘર્ષને ગાઝા સાથે જોડતા આરોપ લગાવ્યો કે નાગરિકો અને બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યાં કતલેઆમ કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપી કે ઈરાનની સંડોવણીથી આ યુદ્ધ વૈશ્વિક સંકટનું સ્વરૂપ લઈ શકે છે. રોયે હિરોશિમા અને નાગાશાકી પર થયેલા પરમાણુ હુમલાઓનો ઉલ્લેખ કરતા આશંકા વ્યક્ત કરી કે દુનિયા એક મોટા વિનાશ તરફ આગળ વધી રહી છે.

“દુનિયા પરમાણુ આપત્તિ અને આર્થિક પતન જેવી સ્થિતિના કિનારે ઉભી છે. આ સમયે હું સંપૂર્ણપણે ઈરાનના સમર્થનમાં છું.” – અરુંધતી રોય

ભારત સરકાર પર સાધ્યું નિશાન

અરુંધતી રોયે ભારત સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે વર્તમાન સરકાર પર ઐતિહાસિક ગરિમા અને સ્વતંત્રતા ત્યજીને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) પ્રત્યે કાયરતાપૂર્ણ સન્માન બતાવવાનો આરોપ લગાવ્યો.

- Advertisement -

તેમણે કહ્યું, ‘મને શરમ આવે છે કે આપણી સરકાર કેટલી કાયર અને કરોડરજ્જુ વગરની રહી છે. ઘણા સમય પહેલા આપણે એક ગરીબ દેશ હતા પરંતુ આપણી પાસે ગૌરવ અને સ્વાભિમાન હતું. આજે આપણે એક સમૃદ્ધ દેશ છીએ, જ્યાં અત્યંત ગરીબ અને બેરોજગાર લોકો રહે છે, જેમને અસલી ભોજનને બદલે નફરત, ઝેર અને જૂઠાણાનું ભોજન આપવામાં આવે છે.’ તેમણે પૂછ્યું કે, આપણે કેવા પ્રકારના લોકો છીએ જેમની ચૂંટાયેલી સરકાર અમેરિકાની નિંદા કરવા માટે ઉભી નથી રહી શકતી.

પીએમ મોદીની ઈઝરાયેલ મુલાકાતનો ઉલ્લેખ

પીએમ મોદીની ઈઝરાયેલ મુલાકાતનો ઉલ્લેખ કરતા અરુંધતી રોયે કહ્યું કે, ઈરાન પર હુમલો કરતાના થોડા દિવસો પહેલા જ આપણા વડાપ્રધાનનું ઈઝરાયેલ જઈને બેન્જામિન નેતન્યાહુને ગળે મળવું શું સૂચવે છે?

- Advertisement -

તેમણે કહ્યું કે, આપણી સરકારે અમેરિકા સાથે એક એવો વેપાર કરાર કર્યો છે જે આપણા ખેડૂતો અને કાપડ ઉદ્યોગને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. તેમણે કહ્યું કે, આ બધું અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ ટેરિફને ગેરકાયદે જાહેર કર્યાના થોડા દિવસો પહેલા જ થયું છે. રશિયન તેલની ખરીદી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, હવે આપણને અમેરિકા પાસેથી રશિયન તેલ ખરીદવાની પરવાનગી આપવામાં આવી રહી છે. તેમણે સવાલ કર્યો કે આપણને બીજી કઈ વસ્તુ માટે પરવાનગી જોઈએ? બાથરૂમ જવા માટે? કામ પરથી રજા લેવા માટે? પોતાની માતાઓને મળવા માટે? તેમણે દાવો કર્યો કે યુદ્ધ દરમિયાન મોકલવામાં આવેલા ભારતીય કામદારોને સુરક્ષા સુવિધાઓમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.

પરિવર્તન જનતા તરફથી આવવું જોઈએ

જોકે રોયે સ્પષ્ટ કર્યું કે કોઈપણ દેશમાં પરિવર્તન બહારના સૈન્ય હસ્તક્ષેપથી નહીં પણ જનતા દ્વારા આવવું જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકા, ઈઝરાયેલ અને ભારત સહિત કોઈપણ દેશની સરકારમાં પરિવર્તન લોકશાહી ઢબે જ થવું જોઈએ.

Share This Article