નવી દિલ્હી, તા. 17 : અમીરોમાં પણ વધુ ધનિકોની અલગ શ્રેણી બની છે. હવે 15 લોકો આ વધુ ધનિકની શ્રેણીમાં આવે છે. આ જૂથમાં એવા અમીરોનો સમાવેશ છે જેમની સંપત્તિ 100 અબજ ડોલરથી વધુ થઈ ચૂકી છે. આ સમૂહમાં ટોચ પર એલવીએમએચના સ્થાપક અને સીઈઓ બર્નાર્ડ અર્નોલ્ટ છે જેમની સંપત્તિ 222 અબજ ડોલર છે. આ યાદીમાં 100 અબજની સંપત્તિ સાથે દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અંબાણીએ ફરી વાપસી કરી છે.
એમેઝોનના સ્થાપક જેફ બેજોસ 208 અબજ ડોલરની સંપત્તિ સાથે અતિધનિક ક્લબની સૂચિમાં બીજા ક્રમે છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 187 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. જોકે તેમની મિલકતમાં આ વર્ષે 40 અબજ ડોલરનો ઘટાડો થયો છે. દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ યાદીમા ં100 અબજ ડોલરની સંપત્તિ સાથે વાપસી કરી છે.

આ સૂચિમાં મુકેશ અંબાણીનો પણ સમાવેશ થાય છે. અતિ ધનિક લોકોની મિલકતમાં વધારો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), લકઝરી વસ્તુઓ અને જિઓપોલિટિકલ પરિસ્થિતિઓને કારણે થયો છે. બ્લૂમબર્ગ અબજપતિ સૂચિ અનુસાર આ અતિધનિક લોકોની ચોખ્ખી સંપત્તિ આ વર્ષે 13 ટકા વધીને આશરે 2.2 ટ્રિલિયન ડોલર થઈ ચૂકી છે. દુનિયાના 500 સૌથી અમીર લોકોની મિલકતનો એક ચર્તુથાંશ હિસ્સો આ 15 અતિધનિક લોકો પાસે છે.
