Bihar Election: બિહારમાં ચૂંટણી પહેલાં મોટો ઝટકો: 35 લાખ નામ ડીલિટ કરવા ચૂંટણીપંચનો દાવો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Bihar Election: બિહારમાં વિધાનસા ચૂંટણી પહેલાં મતદારોની યાદીના પુનઃનિરીક્ષણ પ્રક્રિયાનું અભિયાન શરૂ છે. અત્યાર સુધીની પ્રક્રિયા હેઠળ 35 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવાનું નક્કી છે. તેમાં એવા લોકો સામેલ છે, જે કાં તો મૃત્યુ પામ્યા છે, સ્થાયી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયા છે અથવા જેનું નામ એકથી વધુ જગ્યાએ છે. ચૂંટણી પંચે સોમવારે (14 જુલાઈ) જણાવ્યું કે, બિહારમાં મતદારોની યાદીના પુનઃનિરીક્ષણ દરમિયાન અત્યાર સુધીમાં 83.66 ટકા ફોર્મ મળ્યા છે.

35,69,435 મતદારો યાદીમાંથી દૂર કરાશે

- Advertisement -

ચૂંટણી પંચ અનુસાર, અત્યાર સુધીના આંકડાથી જાણ થાય છે કે, 1.59 ટકા (12,55,620) મતદારો મૃત્યુ પામ્યા છે. જોકે, 2.2 ટકા (17,37,336) મતદારો સ્થાયી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ચુક્યા છે. આ સિવાય 0.73 ટકા (5,76,479) મતદારોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા છે. આ આંકડાના આધારે કુલ 35,69,435 નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ સંખ્યા છેલ્લી નથી અને આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે હજું પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે.

5.74 કરોડ ફોર્મ અપલોડ થયા

- Advertisement -

મળતી માહિતી મુજબ, રાજ્યમાં કુલ 7,89,69,844 મતદારોમાંથી અત્યાર સુધીમાં 6,60,67,208 મતદારોના ફોર્મ મળ્યા છે. હવે ફક્ત 11.82 ટકા મતદાર બાકી છે, જેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરવાની છે. મણતરીના ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખને હજુ 11 દિવસ બાકી છે અને ફક્ત 11.82 ટકા મતદારોની ગણતરીના ફોર્મ જ જમા કરાવવાના બાકી છે. તેમાંથી ઘણઆએ આવનારા દિવસોમાં દસ્તાવેજો સાથે ફોર્મ ભરવા માટેનો સમય માંગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલા ઈસીઆઈ-નેટ પ્લેટફોર્મ પર સોમવાર સાંજે 6 વાગ્યા સુધી 5.74 કરોડ ફોર્મ અપલોડ થઈ ચુક્યા છે.

કોઈપણ યોગ્ય મતદાર ન છૂટેઃ ચૂંટણી પંચ

- Advertisement -

ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું છે કે, ‘કોઈપણ યોગ્ય મતદાર છૂટી ન જાય તે માટે વ્યાપક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જલ્દી એક લાખે બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) ઘરે-ઘરે જઈને ત્રીજા રાઉન્ડની મુલાકાત શરૂ કરશે. આ સાથે જ 1.5 લાખ બીએલએ (બૂથ લેવલ એજન્ટ) પણ સહયોગ કરી રહ્યા છે, જે દરરોજ 50 ગણતરી ફોર્મ પ્રમાણિત અને જમા કરી શકે છે. શહેરી વિસ્તારોના મતદારોને ધ્યાને રાખ્યા છે, બિહારના 261 શહેરી સ્થાનિક સંસ્થાઓ (યુએલબી)ના 5683 વોર્ડમાં ખાસ શિબિર ગોઠવવામાં આવી રહી છે, જેથી કોઈપણ શહેરી મતદારો મતદાર યાદીથી વંચિત ન રહી જાય.’

બિહારથી બહાર રહેતા મતદારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

અધિકારીઓએ જણાવ્યું કે, જે મતદારો અસ્થાયી રૂપે બિહારથી બહાર છે, તેમના માટે સમાચાર પત્રોમાં જાહેરાત અને સીધા સંપર્ક દ્વારા તેમને ફોર્મ ભરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. તે ઈલીઆઈએનઈટી એપ અથવા https://voters.eci.gov.in દ્વારા મોબાઈલથી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. તે આ ફોર્મ પરિવારના સભ્યો, વોટ્સએપ અથવા અન્ય ડિજિટલ માધ્યમોથી પણ સંબંધિત બીએલઓને મોકલી શકે છે.

ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલા ઈસીઆઈએનટી પ્લેટફોર્મ 40 જૂના ઈસીઆઈ એપ્લિકેશને સમાવીને એક જ પ્લેટફોર્મના રૂપે કામ કરી રહ્યું છે. આ પ્લેટફોર્મ બિહારના પુનઃનિરીક્ષણ અભિયાનના તમામ પાસાને કવર કરે છે અને કુશળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યું છે.

Share This Article