Defense Guns Deployed at Golden Temple: સુવર્ણ મંદિરની સુરક્ષા માટે પ્રથમવાર એર ડિફેન્સ ગન તૈનાત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Defense Guns Deployed at Golden Temple: 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. તાજેતરમાં જ એવું બહાર આવ્યું હતું કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતની મજબૂત એર ડીફેન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

મંદિર પરિસરમાં શસ્ત્રો તૈનાત કરવાની પરવાનગી

- Advertisement -

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુવર્ણ મંદિરમાં પહેલી વાર એર ડીફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી, સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ પહેલીવાર સેનાને મંદિર પરિસરમાં શસ્ત્રો તૈનાત કરવાની પરવાનગી આપી છે.

Share This Article