Grade Based Driving License System: એક ભૂલ અને DL રદ! હવે મેમો જ નહીં, ‘નંબર’ પણ કપાશે… ડ્રાઈવિંગ લાયસન્સ માટે આવી રહી છે આ નવી સિસ્ટમ

Arati Parmar
2 Min Read

Grade Based Driving License System: જો તમે રસ્તા પર ગાડી ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોને હળવાશથી લેતા હોવ, તો હવે સાવધાન થઈ જજો. ટ્રાફિક નિયમો તોડનારાઓ પર હવે મોટા એક્શનની તૈયારી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સની આખી સિસ્ટમ બદલવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારતમાં ટૂંક સમયમાં ‘ગ્રેડ-આધારિત ડ્રાઈવિંગ લાયસન્સ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. એટલે કે હવે જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે. આખરે આ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કામ કરશે? ચાલો જણાવીએ.

શું છે આ નવી સિસ્ટમ?

દેશભરમાં રોડ સેફ્ટીને લઈને પહેલાથી જ નિયમો બનેલા છે. પરંતુ અત્યારે નિયમ તોડવા પર સામાન્ય રીતે માત્ર દંડ જ થાય છે. પરંતુ હવે ડ્રાઈવિંગ લાયસન્સ સાથે ‘રિપોર્ટ કાર્ડ’ જેવો વ્યવહાર થશે. જ્યારે કોઈ ટ્રાફિક નિયમ તોડશે ત્યારે તેના લાયસન્સમાંથી કેટલાક પોઈન્ટ કાપી લેવામાં આવશે. જો પોઈન્ટ્સ નક્કી કરેલી લિમિટ કરતા ઓછા થઈ જશે, તો લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

- Advertisement -

હંમેશા માટે પણ કેન્સલ થઈ શકે છે લાયસન્સ

એટલું જ નહીં જો કોઈ વારંવાર ભૂલ કરે છે અથવા ટ્રાફિક નિયમો તોડે છે, તો આવા કિસ્સામાં ડ્રાઈવિંગ લાયસન્સને હંમેશા માટે રદ પણ કરી શકાય છે.

કઈ ભૂલો પર પડશે માર?

આ નવી સિસ્ટમનો ફોકસ દરેક પ્રકારની ટ્રાફિક ભૂલો પર હશે. જેમાં ઓવરસ્પીડિંગ, ડ્રાઈવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ અને દારૂ પીને ડ્રાઈવિંગ કરવાનો સમાવેશ થાય છે.

- Advertisement -
Share This Article