India Russia Strategic Partnership: દિલ્હીમાં જયશંકર-લાવરોવની મોટી બેઠક, ભારત-રશિયા વ્યાપારને 100 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્ય

Arati Parmar
2 Min Read
India Russia Strategic Partnership

India Russia Strategic Partnership: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત કરી.

જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે વ્યાપાર, રોકાણ, ઉર્જા, કનેક્ટિવિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર સારી વાતચીત થઈ. તેમણે કહ્યું કે ભારત અને રશિયાની મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર ચર્ચા થઈ. આ ઉપરાંત કુશળ લોકોની અવરજવર સરળ બનાવવા અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ બંને દેશોએ પોતાના વિચારો શેર કર્યા.

- Advertisement -

‘ફરી દિલ્હી આવવું ખુશીની વાત’

  • રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથેની બેઠક દરમિયાન ભારત-રશિયા સંબંધોને મજબૂત અને દીર્ઘકાલીન ગણાવ્યા.

  • લાવરોવે કહ્યું કે દિલ્હી ફરી આવીને અને બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવી એ ખુશીની વાત છે.

  • તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર હાલમાં આશરે 60 અબજ ડોલર સુધી પહોંચી ચૂક્યો છે અને બંને દેશોના નેતાઓએ 2030 સુધીમાં તેને 100 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

  • લાવરોવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ લક્ષ્ય જરૂર હાંસલ થશે.

‘વૈશ્વિક પડકારો વચ્ચે દુનિયાને સહિયારા ઉકેલની જરૂર’

  • રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને રશિયાનો સહયોગ મજબૂત અને સ્થાયી માળખા પર આધારિત છે, જે લાંબા ગાળાની યોજનાઓ અને સારા પરિણામોમાં મદદ કરે છે.

  • તેમણે કહ્યું કે BRICS માં રશિયા ભારતની પ્રાથમિકતાઓનું સમર્થન કરે છે.

  • આ ઉપરાંત UN, SCO અને G20 જેવા વૈશ્વિક મંચો પર પણ બંને દેશો મળીને કામ કરી રહ્યા છે.

  • લાવરોવે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે દુનિયાને સહિયારા ઉકેલની જરૂર છે અને તેના માટે દેશોએ મળીને પ્રયાસ કરવા પડશે.

આ પણ વાંચો: India economy rupee crisis: રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડો, શું ભાષણો અને ઉત્સવોથી સામાન્ય માણસનું પેટ ભરાશે? – Newz Cafe

- Advertisement -
Share This Article