મળતી માહિતી મુજબ, ટેસ્લા મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટ માટે 2 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે

newzcafe
By newzcafe 1 Min Read

ઈલેક્ટ્રીક કાર ટેસ્લાના માલિક એલોન મસ્ક ભારત આવે છે


નવી દિલ્હી, તા. 10 : ઈલેક્ટ્રીક કાર ટેસ્લાના માલિક એલોન મસ્કની એપ્રિલમાં ભારતયાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત થવાની છે. આ સાથે જ એવી અટકળોએ જોર પકડયું છે કે, મસ્ક ભારતમાં પોતાની કારના પ્લાન્ટ સ્થાપવા અંગે પણ જાહેરાત કરી શકે છે. એક મીડિયા હેવાલ મુજબ, 22 એપ્રિલે ભારતના પ્રવાસે આવી રહેલા એલોન મસ્ક મોદી સાથે બેઠક બાદ ભારતમાં રોકાણ કરવા બાબતે ખુલાસો કરી શકે છે. જો કે, આ પ્રવાસ ગોપનીય રખાયો છે. આ મામલે પીએમઓ અને ટેસ્લા તરફથી પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, ટેસ્લા મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટ માટે 2 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે અને પ્લાન્ટ સ્થાપવા માટે જગ્યાની પસંદગી કરવા ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં પણ જમીન અંગે તપાસ થઈ શકે છે. નોંધનીય છે કે, ઈવી ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે હાલમાં જ સરકારે નવી ઈવી નીતિમાં આયાત કરમાં 85 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. તેથી ઈવી કાર કંપની ટેસ્લા સહિત દુનિયાભરની દિગ્ગજ ઈલેક્ટ્રીક કાર ઉત્પાદક કંપનીઓની ભારત પર નજર છે.

Share This Article