NEET Paper Leak: નીટ-યુજી પેપર લીક કેસમાં સંજીવ મુખિયાને ક્લીન ચિટ? સીબીઆઈએ તપાસમાં કર્યો મોટો ખુલાસો

Arati Parmar
2 Min Read

NEET Paper Leak: કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ ગુરુવારે (23 જુલાઈ) જણાવ્યું કે નીટ-યુજી 2024 પ્રશ્નપત્ર લીક કેસમાં કથિત માસ્ટરમાઇન્ડ સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયા વિરુદ્ધ પ્રશ્નપત્રની ચોરી અથવા તેના વિતરણમાં સામેલ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. જોકે, બિહાર પોલીસે નોંધેલી એફઆઈઆરમાં શરૂઆતમાં તેમને આરોપી બનાવ્યા હતા.

અહેવાલ મુજબ, સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ 2024માં નીટ-યુજી પ્રશ્નપત્ર ચોરીનો મામલો સામે આવ્યા બાદ બિહાર પોલીસે સંજીવ મુખિયાનું નામ એફઆઈઆરમાં સામેલ કર્યું હતું. તેનો આધાર અન્ય પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કેસોમાં તેમની કથિત સંડોવણી હતો.

- Advertisement -

જણાવ્યા અનુસાર, મામલો સીબીઆઈને સોંપાયા બાદ એજન્સીએ વિગતવાર તપાસ કરી અને પ્રશ્નપત્રની ચોરી, તેના વિતરણ તેમજ તેનાથી લાભ મેળવનારા તમામ લોકોની ઓળખ કરી.

સીબીઆઈએ જણાવ્યું કે તેણે આ મામલામાં 45 આરોપીઓ વિરુદ્ધ પટણાની અદાલતમાં અનેક આરોપપત્ર દાખલ કર્યા, પરંતુ તપાસ દરમિયાન નીટ-યુજી 2024 પ્રશ્નપત્ર લીકના ષડયંત્રમાં સંજીવ મુખિયાની ભૂમિકા સાબિત કરતો કોઈ પુરાવો મળ્યો નથી.

- Advertisement -

સીબીઆઈએ જણાવ્યું છે કે તેની તપાસમાં નીટ-યુજી 2024 પ્રશ્નપત્ર ચોરીના સમગ્ર ષડયંત્રનો ખુલાસો થઈ ચૂક્યો છે અને આ મામલામાં સામેલ તમામ લોકોને કાયદાના દાયરામાં લાવવામાં આવ્યા છે.

એજન્સીએ જણાવ્યું, “સંબંધિત સમયગાળા દરમિયાન મુખિયા ફરાર હતા અને બાદમાં બિહાર પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમનું નામ એફઆઈઆરમાં નોંધાયેલ હોવાથી સીબીઆઈએ નીટ-યુજી 2024 કેસમાં પૂછપરછ માટે તેમને પોલીસ કસ્ટડીમાં લીધા હતા. જોકે, તપાસ દરમિયાન તેમની સંડોવણીનો કોઈ પુરાવો સામે આવ્યો નથી.”

- Advertisement -

જણાવ્યા અનુસાર, આ જ કારણસર સીબીઆઈએ આ મામલામાં દાખલ કરાયેલા કોઈપણ આરોપપત્રમાં સંજીવ મુખિયાનું નામ સામેલ કર્યું નથી. ત્યારબાદ તેમને નીટ-યુજી 2024 કેસમાં જામીન મળી ગયા.

એજન્સીએ જણાવ્યું કે બિહાર પોલીસ દ્વારા તપાસ હેઠળના અન્ય કેસોના સંબંધમાં તેઓ હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.

Share This Article