Rahul Gandhi Protest: PM આવાસ બહાર વિરોધ દરમિયાન રાહુલ ગાંધી ઘાયલ, નાકમાંથી લોહી નીકળ્યાનો કોંગ્રેસનો દાવો

Arati Parmar
2 Min Read

Rahul Gandhi Protest: PM આવાસ બહાર ધરણા-પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે બળજબરીથી ત્યાંથી હટાવી લીધા. રાહુલ ગાંધીને Detain કરવામાં આવ્યા હોવાના અનેક ફોટા અને વિડિયો સામે આવ્યા છે. એક તસવીરમાં તેમની નાકમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે, જેને કોંગ્રેસે પોતાના સત્તાવાર Handle પરથી શેર કરી છે. જોકે, બાદમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા.

મહુઆએ પણ તસવીર શેર કરી

- Advertisement -

તૃણમૂલ કોંગ્રેસની નેતા મહુઆ મોઇત્રાએ પણ Social Media પર રાહુલ ગાંધીની તે તસવીર શેર કરી છે, જેમાં તેમની નાકમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. તસવીર શેર કરતાં મહુઆએ લખ્યું કે ગઈકાલે આપણા બાળકો સાથે બર્બરતા કરવામાં આવી અને લોહી વહાવાયું. આજે આ બધું રાહુલ ગાંધી સાથે થયું છે. આ મોદી-શાહ સરકારને ખૂબ મોંઘું પડવાનું છે.

રસ્તા પર સૂતેલા જોવા મળ્યા રાહુલ

- Advertisement -

હકીકતમાં કોંગ્રેસે PM આવાસ બહાર ‘ચલો PM હાઉસ’ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા. કોંગ્રેસના સત્તાવાર X Handle પર શેર કરાયેલા એક Videoમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી રસ્તા પર સૂતેલા જોવા મળે છે, જ્યારે પોલીસકર્મીઓ તેમને ઊભા કરીને ધરણા સ્થળેથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પોલીસ કાર્યવાહીના બાદ લોહી નીકળ્યું

- Advertisement -

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને જ્યારે સુરક્ષા અધિકારીઓએ ઘેરી લીધા અને તેમને ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ તેનો વિરોધ કરતા જોવા મળ્યા. અન્ય એક Videoમાં તેમને પોલીસ દ્વારા ઊંચકીને લઈ જતાં જોવા મળ્યા. પાર્ટીએ એક તસવીર પણ જાહેર કરી, જેમાં ગાંધીની નાકમાંથી લોહી વહેતું જોવા મળતું હતું.

રાહુલે સરકાર પર કટાક્ષ કર્યો

અન્ય એક Videoમાં રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર સૂતેલા અને પત્રકારો સાથે વાત કરતા જોવા મળે છે, જેમાં તેઓ સરકાર પર કટાક્ષ કરતાં કહે છે કે ભારતમાં હજુ લોકશાહી ચાલી રહી છે. કોંગ્રેસે બીજી એક તસવીર પણ જાહેર કરી છે, જેમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પોલીસ બસના દરવાજા પર ઊભા રહી બસમાં ચઢવાનો ઇનકાર કરતા જોવા મળે છે.

Share This Article