Raped Victim Thrown Acid On Accused: દુષ્કર્મ બાદ પીડિતાનો પ્રતિકાર, એસિડ ફેંકી આરોપીનો ચહેરો બાળ્યો

Arati Parmar
2 Min Read

Raped Victim Thrown Acid On Accused: બિહારનો ભોજપુર જિલ્લો એક ભયાનક કાંડથી હચમચી ઉઠ્યો છે. અહીં એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને પોતાની ભાભી સાથે દુષ્કર્મ આચરવું અને પીડિતા દ્વારા આરોપી પર એસિડ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સોમવારે રાત્રે ઉદવંતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. આરોપી મહેન્દ્ર સિંહ ઉર્ફે મહેન્દ્ર યાદવ જે તે જ ગામનો રહેવાસી છે. એસિડ હુમલામાં તેનો ચહેરો અને આંખો બળી ગઈ છે. પોલીસ કસ્ટડીમાં તેની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ માહિતી મળતાં જ FSLની ટીમ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મ આચર્યું

- Advertisement -

FSLની ટીમ ઘટનાસ્થળેથી સેમ્પલ એકત્રિત કરીને કેસની તપાસ કરી રહી છે. ઘટના અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતાનો પતિ દિલ્હીમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. તે તેના બે બાળકો સાથે ગામમાં રહે છે. સોમવારે રાત્રે તે તેના બાળકો સાથે ઘરમાં બેઠી હતી. ત્યારે આરોપીએ તેના ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ આચર્યું. ઘટના બાદ ગુસ્સે ભરાયેલી પીડિતાએ ઘરમાં બોટલમાં રાખેલ એસિડ તેના ચહેરા પર ફેંકી દીધું. જેના કારણે આરોપીનો ચહેરો બળી ગયો.

Share This Article