UPSC AI Face Authentication: UPSCનો મોટો ટેક્નોલોજી નિર્ણય, હવે પરીક્ષા કેન્દ્રો પર 100% ફેસ વેરિફિકેશન

Arati Parmar
4 Min Read

UPSC AI Face Authentication: સંઘ લોક સેવા આયોગ (UPSC)એ પોતાની દરેક પરીક્ષામાં AI રિયલ-ટાઇમ ફેસ ઑથેન્ટિકેશન પ્રોટોકોલ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. UPSC સિવિલ સર્વિસ, ડિફેન્સ સહિત લગભગ 22 મોટી પરીક્ષાઓની સાથે-સાથે અન્ય ડાયરેક્ટ ભરતી પરીક્ષાઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેના માટે દર વર્ષે 38-39 લાખ સુધી અરજીઓ આવે છે. આયોગે ગેરરીતિ રોકવા અને પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા મજબૂત કરવા માટે પ્રથમ વખત પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનું રિયલ-ટાઇમ ફેસ ઑથેન્ટિકેશન (ચહેરા પ્રમાણીકરણ) શરૂ કર્યું.

6-8 સેકન્ડમાં ચહેરાની ઓળખ

રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગની મદદથી તૈયાર કરવામાં આવેલી આ સ્વદેશી ટેક્નોલોજીને સિવિલ સર્વિસ પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર 100 ટકા સફળતા સાથે લાગુ કરવામાં આવી. ઉમેદવારના ચહેરાની ઓળખમાં માત્ર 6થી 8 સેકન્ડનો સમય લાગ્યો. આ સાથે હવે પ્રારંભિક પરીક્ષાના સમયે જ અરજીઓની તપાસના સમયે જ ડુપ્લિકેશનની તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને કેટલીક અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. જ્યારે પહેલાં આ પ્રકારનું વેરિફિકેશન ઇન્ટરવ્યૂ સ્ટેજ પર થતું હતું.

- Advertisement -

ટેક્નોલોજીનો ઉદ્દેશ પરીક્ષા પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને ઈમાનદારી સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ. આયોગે પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત, પારદર્શક, નિષ્પક્ષ અને ઉમેદવારોની સુવિધા વધારવાના ઉદ્દેશથી મોટી ટેક્નોલોજીકલ પહેલ કરી છે. આ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પસંદગી સંપૂર્ણપણે મેરીટના આધારે જ થવી જોઈએ. – ડૉ. અજય કુમાર, UPSC ચેરમેન

AIથી ફેસ ઑથેન્ટિકેશન શરૂ

ડૉ. અજય કુમારે જણાવ્યું કે તમામ ઉમેદવારોને સમાન તક સુનિશ્ચિત કરવામાં ટેક્નોલોજીની મોટી ભૂમિકા છે. UPSCએ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોના વેરિફિકેશન માટે AI આધારિત ચહેરા પ્રમાણીકરણ પ્રણાલી (Face Authentication) શરૂ કરી છે, આ પગલાથી વેરિફિકેશનનો સમય ઘટીને સરેરાશ દરેક ઉમેદવાર માટે માત્ર થોડા સેકન્ડનો જ રહી ગયો છે.

- Advertisement -

આનાથી પ્રવેશ પ્રક્રિયા ઘણી સરળ, ઝડપી બનવાની સાથે-સાથે સુરક્ષાનું એક વધારાનું લેયર પણ જોડાયું છે. એક બીજા મોટા પગલાને અપનાવતા આયોગે પ્રારંભિક પરીક્ષાના અરજી તબક્કામાં જ ડુપ્લિકેશનની તપાસ પણ શરૂ કરી છે જેથી વાસ્તવિક ઉમેદવારોની સાચી ઓળખ સુનિશ્ચિત કરી શકાય અને એકથી વધુ અરજીઓ અથવા નકલી અરજીઓ શોધીને તેમને રિજેક્ટ કરી શકાય. પ્રારંભિક સ્તરે અરજીઓના વેરિફિકેશનમાં જો કોઈ શંકા હોય તો ઉમેદવારને ઈમેલ મોકલીને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે છે. જેમ કે કોઈ કેટેગરીમાં ફેરફાર કરે છે અથવા પછી ડોક્યુમેન્ટમાં તફાવત હોય છે.

100% ઓળખની પુષ્ટિ

અરજી ફોર્મ ભરતી વખતે જે ઉમેદવારનો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો, એ જ ઉમેદવાર પરીક્ષા આપવા માટે પ્રવેશપત્ર સાથે હાજર હોય, તે 100 ટકા સુનિશ્ચિત થઈ ગયું છે. આ પ્રણાલીથી પરીક્ષા કેન્દ્રો પર નિરીક્ષકો દ્વારા મોબાઇલ ફોન આધારિત વેરિફિકેશનમાં ઉમેદવારોનું લાઇવ, રિયલ-ટાઇમ પ્રમાણીકરણ થઈ શક્યું છે. આ સિસ્ટમમાં કોઈ મોંઘા હાર્ડવેરની જરૂર પડતી નથી અને તેનો ઉપયોગ કોઈપણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કરી શકાય છે.

- Advertisement -

પરીક્ષા નિરીક્ષકોએ તેમાં પોતાના જ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો, જેના કારણે હાર્ડવેરનો ખર્ચ ઓછો થયો અને વ્યવસ્થાત્મક ભારમાં ઘટાડો થયો. પરીક્ષા કેન્દ્રો પર ભીડ ઓછી કરવાના પ્રયાસ હેઠળ UPSCએ આ વર્ષે ભુવનેશ્વર, કાનપુર અને મેરઠમાં ત્રણ નવા પરીક્ષા શહેરો ઉમેર્યા છે. ઉમેદવારોને નજીકના પસંદગીના શહેર પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે અને આવનારી પરીક્ષાઓમાં તેને મોટા સ્તરે લાગુ કરવામાં આવશે.

Share This Article