Supreme court stray dog case: રખડતા કૂતરાઓનો ત્રાસ! સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘બધા કૂતરા હટાવવાનો આદેશ નથી આપ્યો’, નિયમો પાળવા જરૂરી

Arati Parmar
2 Min Read

Supreme court stray dog case: સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દે ગુરુવારે ફરીથી સુનાવણી શરૂ કરી. સુપ્રીમ કોર્ટે રખડતા પ્રાણીઓથી થતા જોખમો અને તેમને નિયંત્રિત કરવામાં નાગરિક સત્તાવાળાઓની કથિત ખામીઓને ઉજાગર કરતી અરજીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ સી.યુ. સિંહે દલીલ કરતા કહ્યું, ‘દિલ્હીમાં ઉંદર અને વાંદરાઓનો પણ ખતરો છે. કૂતરાઓને અચાનક હટાવવાથી શું થાય છે? ઉંદરોની વસ્તી વધી જાય છે. કૂતરાઓ સંતુલન જાળવી રાખે છે.’

- Advertisement -

સુપ્રીમ કોર્ટ- …તો શું બિલાડીઓને વધારવી જોઈએ?

તેમની આ દલીલ પર ન્યાયમૂર્તિ સંદીપ મહેતાએ ટિપ્પણી કરી, ‘શું આનો પરસ્પર કોઈ સંબંધ છે? આપણે બિલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તેઓ ઉંદરોની દુશ્મન છે.’ આ સાથે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે અમે શેરીના દરેક કૂતરાને હટાવવાનો નિર્દેશ આપ્યો નથી. તેમની સાથે નિયમ મુજબ વ્યવહાર થવો જોઈએ.

રસ્તા પરથી દરેક કૂતરાને હટાવવાનો નિર્દેશ નથી આપ્યો: સુપ્રીમ કોર્ટ

રખડતા કૂતરાઓના મામલે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચમાં સુનાવણી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન બેન્ચે તેના અગાઉના નિર્દેશો સ્પષ્ટ કરતા ભાર મૂક્યો હતો કે રસ્તાઓ પરથી દરેક રખડતા કૂતરાને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો નહોતો. નિયમો હેઠળ તેમને માત્ર સંસ્થાકીય વિસ્તારોમાંથી હટાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

- Advertisement -

કાલે પણ સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરતા કહ્યું હતું કે તમામ કૂતરાઓને પકડવા એ ઉકેલ નથી. આના પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે નિવારણ હંમેશા ઇલાજ કરતા બહેતર હોય છે. સિબ્બલે દલીલ કરતા કહ્યું કે તમામ કૂતરાઓને શેલ્ટરમાં રાખવા શક્ય નથી. આર્થિક રીતે પણ તે વ્યવહારુ નથી. આ વૈજ્ઞાનિક રીતે કરવું પડશે. સમસ્યા એ છે કે કાયદાઓનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

Share This Article