West Bengal BJP Manifesto: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપનું ‘સંકલ્પ પત્ર’ લોન્ચ, શું બોલ્યા અમિત શાહ

Arati Parmar
4 Min Read

West Bengal BJP Manifesto: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે ભાજપે આજે સંકલ્પ પત્ર લોન્ચ કરી દીધું છે. સંકલ્પ પત્રમાં ભાજપે છ મોટા વાદા કર્યા છે. ભાજપે આ પહેલા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના ૧૫ વર્ષના શાસન વિરુદ્ધ ‘ચાર્જશીટ’ રિલીઝ કરી હતી. સંકલ્પ પત્રને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકાતાની હોટલ નોવોટેલમાં લોન્ચ કર્યું. ભાજપે પોતાના જાહેરનામાને ‘ભરોસાનું શપથ પત્ર’ ગણાવ્યું છે. અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે ભાજપે ૨૦૨૬ વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે આ બંગાળના દરેક વર્ગમાં વ્યાપેલી નિરાશામાંથી બહાર નીકળવાનો માર્ગ છે. ખેડૂત, બેરોજગાર અને ભયથી ત્રસ્ત મહિલાઓને પણ માર્ગ બતાવ્યો. બંગાળની સંસ્કૃતિને પણ નવી આશા સાથે વિકસિત ભારતના વિઝનને પણ સંકલ્પ પત્રમાં સામેલ કરવામાં આવ્યું છે.

સંકલ્પ પત્રમાં ભાજપના છ મોટા વાદા

  • બંગાળમાંથી ભયને ખતમ કરવામાં આવશે, ભયની જગ્યાએ ભરોસો કાયમ થશે.

  • સરકારી સિસ્ટમની જવાબદારી નક્કી થશે.

  • દરેક કૌભાંડ અને દરેક બળાત્કાર કેસની ફાઈલ ખુલશે અને તપાસ થશે.

  • કૌભાંડીઓની જગ્યા જેલમાં હશે, દરેક ભ્રષ્ટાચારી જેલમાં જશે.

  • બંગાળમાંથી ઘૂસણખોરોને કાઢવામાં આવશે.

  • પશ્ચિમ બંગાળમાં સાતમું પગાર પંચ લાગુ કરીશું.

અમિત શાહની મોટી વાતો

  • ભાજપે આજે ૨૦૨૬ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે.

  • સંકલ્પ પત્ર બંગાળના દરેક લોકોમાં નિરાશામાંથી બહાર નીકળવાનો રસ્તો છે.

  • ખેડૂતને નવો માર્ગ બતાવશે, યુવાનોને રોજગારનો માર્ગ બતાવશે. બંગાળ સંસ્કૃતિને નવી આશા અને ભરોસો આપશે.

  • વિકસિત ભારતના રોડમેપની આમાં ઝલક જોવા મળશે.

  • મોટી આશા સાથે વામપંથી વિચારધારાથી આઝાદી મેળવવા માટે લોકોએ મમતા બેનર્જીને સમર્થન આપ્યું હતું.

  • ત્રણ વાર સમર્થન મળ્યું પરંતુ આજે જનતા નિરાશ છે. હવે ભયથી મુક્તિ ઈચ્છે છે.

  • ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે કામ કરી રહ્યો છે.

  • દેશની તમામ સમસ્યાઓનું નિરાકરણ કેન્દ્રની સત્તામાં ભાજપની સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્યું છે.

“બંગાળમાંથી વીણી વીણીને એક-એક ઘૂસણખોરને બહાર કરીશું. બંગાળ માટે, બંગાળની જનતા માટે આ ૧૫ વર્ષ કાળરાત્રિના દુઃસ્વપ્ન સમાન રહ્યા છે. મોટી આશા સાથે, કોમ્યુનિસ્ટ શાસનથી મુક્તિ મેળવવા માટે બંગાળની જનતાએ મમતા દીદીને જનાદેશ આપ્યો હતો. પાંચ વર્ષ ઓછા પડ્યા છે, તેમ કહીને તેમણે બીજો જનાદેશ પણ પ્રાપ્ત કર્યો. પછી પોતાના સિન્ડિકેટ, ગુંડાઓ અને ઘૂસણખોરોના જોરે ત્રીજો જનાદેશ પણ હાંસલ કર્યો. જનતા પરિવર્તન ઈચ્છે છે.” – અમિત શાહ, ગૃહ મંત્રી

સંકલ્પ પત્રમાં PM મોદીના છ વાદા

ભાજપ દ્વારા બંગાળ માટે છ મોટા સંકલ્પોનો પીએમ મોદીએ એક દિવસ પહેલા બંગાળના પ્રવાસમાં ઉલ્લેખ કરીને ટીએમસી પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી આજે પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ મેદિનીપુરના ડેબરામાં જનસભા અને ખડગપુરમાં રોડ-શો કરશે. સંકલ્પ પત્ર રિલીઝ કરવાની જાણકારી ખુદ ગૃહ મંત્રી અમિત શાહે આપી છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે ટીએમસીથી ત્રસ્ત બંગાળ હવે પરિવર્તન ઈચ્છે છે. સંકલ્પ પત્રને લોન્ચ કરવાના પ્રસંગે પ્રદેશ પ્રમુખ સૌમિક ભટ્ટાચાર્ય, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી સહિત ભાજપના નામી નેતાઓ હાજર રહ્યા હતા.

- Advertisement -

બંગાળમાં બે તબક્કામાં છે ચૂંટણી

બંગાળમાં સત્તારૂઢ ટીએમસીએ સીએમ મમતા બેનર્જીની આગેવાનીમાં ૧૦ પ્રણ લીધા છે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે વોટિંગ ૨૩ એપ્રિલે થશે જ્યારે બીજા તબક્કાનું વોટિંગ ૨૯ એપ્રિલે થશે. પ્રથમ તબક્કામાં ૧૫૨ બેઠકો માટે મતદાન થશે. બીજા તબક્કામાં ૧૪૨ બેઠકો છે.

Share This Article