પટના: બિહાર માં ખતરનાક ગુનેગારો અને માફિયાને ખતમ કરવા મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ની સરકાર યોગી આદિત્યનાથનું મોડલ અપનાવવા જઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક અહેવાલ મુજબ ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારોને સીધા ઠાર કરવા(Encounter)ના આદેશ આપવામાં આવ્યા છે, આ માટે દરેક જિલ્લામાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે.

બિહાર જમીન સુધારણા અને મહેસૂલ પ્રધાન દિલીપ જયસ્વાલે રાજ્યમાં યોગી મોડલના તર્જ પર ગુનેગારોના એન્કાઉન્ટરનો પ્લાન બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. તેમના આ દાવા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે શું તેમનું આ નિવેદન કોઈ ચોક્કસ ગુનેગારને સૂચના આપવા માટે છે? કે નીતીશ સરકાર યોગી મોડલ અપનાવવા જઈ રહી છે.

