શાનદાર ફોર્મમાં મહાલતા કુલદીપ યાદવે (43 રનમાં ચાર વિકેટ) ફરી એકવાર

newzcafe
By newzcafe 6 Min Read

શ્રીલંકાને હરાવી ભારત ફાઈનલમાં


શ્રીલંકાને હરાવી ભારત ફાઈનલમાં


કોલંબો : શાનદાર ફોર્મમાં મહાલતા કુલદીપ યાદવે (43 રનમાં ચાર વિકેટ) ફરી એકવાર કાંડાની કમાલ બતાવી હતી અને ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવીને દસમીવાર એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વેલાલાગે એન્ડ કંપની સામે ભારતે 213 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. જેમાં રોહિત શર્માના પ3 રન મુખ્ય હતા, પણ ત્યારબાદ ભારતીય બોલરોએ અફલાતૂન બોલિંગ કરી હતી અને લંકા 41.3 ઓવરમાં 172 રનમાં સમેટાયું હતું. જાડેજા અને બુમરાહે બબ્બે વિકેટ ખેરવી હતી. વેલાલાગે બેટિંગમાં 42 રનનું યોગદાન આપ્યું હતું.


લંકાને 41 રને હરાવી ભારત ફાઇનલમાં


કોલકાતા, તા. 12 : એશિયા કપના સુપર-4 તબક્કાના 4થા મુકાબલામાં ભારતે શ્રીલંકાને 41 રને પછડાટ આપી ફાઇનલમાં પ્રવેશ્યું હતું. ભારત ટોસ જીતીને દાવ લેતાં સંઘર્ષમય 213 રન બનાવી શક્યું હતું, પરંતુ ભારતના ગોલંદાજોએ ઉજ્જ્વળ દેખાવ કરીને લંકાને 41.3 ઓવરમાં 172 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ભારત વતી રોહિત શર્માએ 48 દડામાં 53 રનના શાનદાર દેખાવ બાદ ગોલંદાજો બુમરાહ (30 રનમાં 2 વિકેટ), કુલદીપ યાદવની (43 રનમાં 4 વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (33 રનમાં 2 વિકેટ)એ લંકાની બેટિંગ ધ્વસ્ત કરી હતી. ભારતે જીત માટે આપેલા 214 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાએ ધીમી શરૂઆત કરી હતી અને શરૂઆતની બે ઓવરમાં માત્ર 7 રન બનાવ્યા હતા. આ પછી બુમરાહને પ્રથમ સફળતા મળી હતી. ઓપનર પથુમ નિશાંકા 6 રને વિકેટકીપર રાહુલના હાથે કેચઆઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે કુસલ મેન્ડિસને કેચઆઉટ કરાવતાં બીજી સફળતા મળી હતી. 25 રનના જુમલે જ ત્રીજી વિકેટ ગુમાવી હતી. ઝડપી બોલર મોહમ્મદ સિરાજે દિમુથ કરુણારત્નેને ગિલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. 68 રન પર કુલદીપ યાદવને ચોથી સફળતા મળી હતી. સદીરા સમર વિક્રમ તેના દડામાં સ્ટમ્પ આઉટ થયો હતો. 99 રને સૌથી મોટા ઝટકામાં કપ્તાન દાસુન સનાકા 9 રન બનાવી રવીન્દ્ર જાડેજાનો શિકાર થયો હતો. જો કે ધનંજય ડીસિલ્વા અને દુનિથ વેલ્લાલાગે 7મી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી મેચ જમાવી દીધી હતી, પણ જાડેજાના દડામાં ડીસિલ્વા 41 રન બનાવી કેચઆઉટ થયો હતો. છેલ્લે આવેલા માહીસ થિકસાના 2, કસુન રજિથા 1 અને મથીસા પથીરાના શૂન્ય રને પેવેલિયન ભેગા થયા હતા. ભારતીય બેટરોએ શ્રીલંકન સ્પીનરો ડુનિથ વેલાલગે (પ) તથા ચૈરિથ અસલાંકા (4) સામે શરણાગતિ સમાન પ્રદર્શન કર્યુ હતુ. છેલ્લે સ્કોર 9 વિકેટે 197 હતો અને ટીમ 49.1 ઓવરમાં 213 રનમાં ટીમ ઓલઆઉટ થઈ હતી. ત્યારે વરસાદને કારણે થોડો સમય મેચ અટકી પછી 7:1પએ ફરી શરૂ થતાં ભારતીય ટીમ 49.1 ઓવરમાં ર13 રન બનાવી સમેટાઈ હતી. કોલંબોમાં મંગળવારના મુકાબલામાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. 11.1 ઓવરમાં 80 રનના સ્કોરે સુભમન ગિલ 19 રને આઉટ થયો હતો. વિરાટ કોહલી મેદાનમાં આવ્યો અને 90 રનના સ્કોરે તે પણ પેવેલિયન પરત ફર્યો હતો. 91ના સ્કોરે રોહિત શર્મા પ3 રને બોલ્ડ થયો હતો. તેણે સતત ત્રીજી ફિફટી ફટકારી ટીમને ધબડકાથી ઉગારી હતી. શ્રીલંકાના સ્પીનર વેલાલગેએ તરખાટ મચાવતાં 10 ઓવરમાં 40 રન આપી પાંચ વિકેટ તથા અસલાંકાએ 9 ઓવરમાં 18 રન આપી 4 વિકેટ ઝડપી હતી. અક્ષર (ર6) ની છેલ્લી વિકેટ મહીશ થીક્ષ્ણાએ ઝડપી હતી. ર9.ર ઓવરમાં ભારતનો સ્કોર 3 વિકેટે 1પ1 હતો અને કેએલ રાહુલ 38 તથા ઈશાન કિશન રર રને રમી રહયા હતા, બંન્ને વચ્ચે 60 રનની ભાગીદારી થઈ હતી. વેલાલ્ગેએ રાહુલને 39 રને કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. 34.4 ઓવરમાં ભારતનો સ્કોર પ વિકેટે 170 હતો. હાર્દિક પંડયા (પ), રવિન્દ્ર જાડેજા (4), બૂમરાહ (પ), કુલદીપ યાદવ (0) સસ્તામાં આઉટ થયા હતા.


સ્કોરબોર્ડ :


ભારત : રોહિત શર્મા બો. વેલાલાગે 53,  શુભમન ગિલ બો. વેલાલાગગે 19, વિરાટ કોહલી કો. શનાકા બો. વેલાલાગે 3, ઈશાન કિશન કો. વેલાલાગે બો. અસલંકા 33, કે. એલ. રાહુલ કો. એન્ડ બો. વેલાલાગે 39, હાર્દિક પંડયા કો. મેન્ડીસ બો. વેલાલાગે 5, રવિન્દ્ર જાડેજા કો. મેન્ડીસ, બો. અસલંકા 4, અક્ષર પટેલ કો. સમર વિક્રમ બો. થિકસાના 26, જસપ્રીત બુમરાહ બો. અસલંકા 5, કુલદીપ યાદવ કો. ડી સિલ્વા, બો. અસલંકા 0, મોહમ્મદ સિરાજ નોટ આઉટ પ (વધારાના 21 રન, કુલ 49.1 ઓવરમાં 213 રન)


વિકેટ :,  1-80, 2-90, 3-91, 4-154, 5-170, 6-172, 7-178, 8-186, 9-,186, 10-213


સ્કોરબોર્ડ


શ્રીલંકા : પથુમ નિશાંકા કો. રાહુલ બો. બુમરાહ 6, ડિમુથ કરુણારત્ને કો. શુભમન બો. સિરાજ 2, કુશાલ મેન્ડિસ કો. સબ. યાદવ બો, બુમરાહ 15, સદીરા સમર વિક્રમ સ્ટમ્પ રાહુલ બો. કુલદીપ 17, ચરિથ અસલંકા કો. રાહુલ બો. કુલદીપ 22, ધનંજય ડીસિલ્વા કો. શુભમન બો. જાડેજા 41, દશુન શનાકા કો. શર્મા બો. જાડેજા 9, દુનિથ વેલ્લાલાગે નોટઆઉટ 42, માહિસ થિકસાના કો. સબ. યાદવ બો. પંડયા 2, કસુન રજિથા બો. કુલદીપ 1, મથીશા પથિરાના બો. કુલદીપ 0, (વધારાના 15 રન, કુલ 41.3 ઓવરમાં 172 રન)


બોલિંગ : 1-7, 2-25, 3-25, 4-68, 5-73, 6-99, 7-162, 8-171, 9-172, 10-172.

Share This Article